ત્વચા વધુ ઘરડી

બુધવાર, 23 સપ્ટેમ્બર 2015 (15:51 IST)
સિગારેટના ધુમાડા, ટ્રાફિકનું પ્રદૂષણ અને વાતાવરણમાં રહેલાં અન્ય ઝેરી દ્રવ્યોને કારણે વ્યક્તિ પોતાની ઉંમર કરતાં વધુ ઘરડી દેખાવા લાગે છે એવું અમેિરકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના રિસર્ચરોનું કહેવું છે. એટલે જો યંગ દેખાવું હોય તો માત્ર ડાયટ અને એક્સરસાઈઝને જ નહીં, અાસપાસના વાતાવરણને પણ મહત્ત્વ અાપવું જરૂરી છે. રિસર્ચરોનું કહેવું છે કે સૂર્યનાં કિરણોમાં રહેલાં અલ્ટ્રાવાયલેટ કિરણો પણ જો વધુ માત્રામાં ત્વચા પર પડે તો ત્વચા વધુ ઘરડી દેખાય છે. એ જ રીતે પ્રદૂષણયુક્ત હવામાં રહેલાં ઝેરી કેમિકલ્સ પણ ત્વચા પર ડાયરેક્ટ અસર કરે છે.

વેબદુનિયા પર વાંચો