ગુજરાત કોંગ્રેસની પાંચ મહાનગર પાલિકાના 130 ઉમેદવારોની જાહેરાત

મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (13:58 IST)
ગુજરાત કોંગ્રેસે પાંચ મહાનગર પાલિકાના 130 ઉમેદવારોની જાહેરાત કરી આ વખતે ઉમેદવારોની જાહેરાત કરવામાં પહેલ બતાવી છે. અમદાવાદ મહાનગર પાલિકાના ઉમેદવારોની જાહેરાત થવાની હતી પરંતુ નેતાઓની સહમતિ બની ન શકતા અટકી ગઇ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સુરત, વડોદરા, રાજકોટ જામનગર મહાનગર પાલિકાના 61 વોર્ડમાં સવા સો થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી છે. 
 
ગત ત્રણ ચાર દિવસથી કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં 6 મહાનગર પાલિકામાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું કે પોતાની પહેલી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિએ 200 ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરી લીધી તેમાં સુઅરતના 19 વોર્ડના 52, ઉમેદવાર, વડોદરાના 11 વોર્ડના 20 ઉમેદવાર, રાજકોટ 14 વોર્ડના 22 ઉમેદવાર અને જામનગરના 7 વોર્ડના 27 ઉમેદવારો, ભાવનગરના 10 વોર્ડના 21 ઉમેદવાર સામેલ છે. 
 
અમદાવાદના કેટલાક વોર્ડના 80 ઉમેદવારોના નામની યાદી પણ તૈયાર થઇ ગઇ હતી પરંતુ પ્રદેશ નેતાઓની સહમતિ બની શકી નહી કારણ કે હાલ અમદાવાદના ઉમેદવારોની જાહેરાત ટળી ગઇ હતી. અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકામાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. ઉમેદવારી પ્રક્રિયા છ મહાનગરપાલિકામાં શરૂ થઇ ચૂકી છે. તથા 7 માર્ચ સુધી ઉમેદવારો નામાંકન કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર