સામાન્ય રીતે જાતિજ્ઞાતિ આધારિત મતદાનનો વિરોધ થતો રહ્યો છે પણ વાસ્તવિકતા એ છે કે, ચૂંટણીમાં 'જો જીતા વો સિકંદર'ની ઉક્તિને યથાર્થ ઠેરવવા પ્રચારનો તબક્કો પૂરો થયો બાદ રાજકીય પક્ષો અને અન્ય ઉમેદવારો પણ વોર્ડ દીઠ જાતિજ્ઞાતિના નિર્ણાયક મતોને અંકે કરવા માટે જે તે અગ્રણીઓને પોતાની તરફેણમાં લાવવાની છેલ્લી ઘડીની કોશિશ કરી દીધી છે. આ માટે તમામ પ્રકારના હથકંડા ઉપયોગમાં લેવાશે.