ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ, ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે થઇ શકે છે જાહેર

ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (12:54 IST)
વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપ દ્વારા નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે તેમ છે. તે પહેલા ગુજરાતમાં ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
 
આજથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે ભાજપે ઝોન વાઈઝ નિરીક્ષકોની યાદી જાહેર કરી છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાતો હોવાથી ભાજપ દ્વારા દક્ષિણ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન દીઠ નિરીક્ષકોની યાદી જાહેર કરી છે. જેને લઈને આગામી 27 અને 28 નિરીક્ષકો દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી. આજથી 29 ઓક્ટોબર સુધી 33 જિલ્લા અને 8 મહાનગરો એમ ભાજપે 41 એકમો માટે 41 નિરીક્ષકોની ટીમની રચના કરી છે. જો કે, આ વખતે કોણ ક્યાં જઈ રહ્યું છે તેની માહિતી જાહેર કરી નથી.
 
29મી ઓક્ટોબર સુધી નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા બાદ 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન થઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ બેઠક ક્યાં યોજાશે તે અંગે સ્થળની પસંદગી થઈ નથી. વિધાનભાની સામાન્ય ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું સ્થળ બદલાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
 
આજથી 28 અને 29 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ જીલ્લામાં નિરીક્ષકો પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જિલ્લાઓમાં પદાધિકારીઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતા કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મુલાકાત કરી તેમને સાંભળશે. ત્યારબાદ 12 નવેમ્બર પછી તબક્કાવાર રીતે નામ જાહેર કરાય તેવી શકયતા જોવા મળી રહી છે.
 
મહત્વનું છે કે, જિલ્લા પ્રમાણે 3-3 નિરીક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સુરત અને અમદાવાદ શહેર માટે 6-6- નિરીક્ષકો રાખવામાં આવ્યા છે. ત્રષિકેશ પટેલને સુરત,જીતુ વાઘાણીને દાહેદ, શંકર ચૌધરીને વડોદરા અને પૂર્ણેશ મોદીને પંચમહાલની જવાબદારી સોંપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર