Sabarkantha Assembly Seat - સાબરકાંઠામાં 4 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના 43 દાવેદારો, ઈડર વિધાનસભા ટિકિટ માટે સૌથી વધુ 13 ઉમેદવારો મેદાને

ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (09:35 IST)
વિધાનસભા 2022ની ચૂટંણીને લઈને તમામ પક્ષોએ પોત પોતાની તૈયારીઓ શરૂ કરી દિધી છે. ત્યારે કોંગ્રેસ પણ વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને એકશન મૂળમાં જોવા મળી રહી છે. સાબરકાંઠામાં કોંગ્રેસએ 43 ઉમેદવારોએ 4 વિધાનસભા માટે દાવેદારી કરી હોવાનું સામે આવ્યું છે. ઈડર વિધાનસભા ટિકિટ માટે સૌથી વધુ 13 ઉમેદવારો અને સૌથી ઓછા 8 ઉમેદવારો હિંમતનગર બેઠક માટે દાવેદારી નોધાવા માટે મેદાનમાં આવ્યાં છે.

વિધાનસભાની ચૂંટણીની તરીખની જાહેરાત આગામી સમયમાં  થવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે. જેને લઈને હિંમતનગરના સર્કીટ હાઉસમાં નર્મદામાં કોંગ્રેસના AICC સેક્રેટરી વિરેન્દ્રસિંહ રાઠોડ, કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ કબીર પીરજાદાએ સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા વિધાનસભાની બેઠક માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરુ કરી છે.જે દરમિયાન ચૂંટણીમાં જંપલાવવા માંગતા ચાર વિધાનસભા સીટના 43 જેટલા દાવેદારો સમર્થકો સાથે પહોચ્યા હતા. જેમાં ઈડર વિધાનસભા ટિકિટ માટે સૌથી વધુ 13 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જયારે સૌથી ઓછા 8 ઉમેદવારો હિંમતનગર બેઠક માટે દાવેદાર છે. પ્રાંતિજની ટિકિટ માટે 11 ઉમેદવારો, ખેડબ્રહ્માની ટિકિટ માટે પણ 11 ઉમેદવારો મેદાને હોવાનું સામે આવ્યું છે. જે અંગે નામોની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર