અમદાવાદ (વેબદુનિયા) દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરેલી ટીપ્પણીના જવાબમાં અડવાણીએ જોરદાર કટાક્ષ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન રાજકીય વ્યક્તિ નથી એટલે જ આવું નિવેદન કર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદીજીના ડરના કારણે ભાજપ દ્વારા વડાપ્રધાનના ઉમેદવાર તરીકે લાલકૃષ્ણ અડવાણીના નામની જાહેરાત કરવી પડી.
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે અમદાવાદ ખાતે શ્રી અડવાણીએ કહ્યું હતું કે, તેઓ એટલું જ કહી શકે છે કે વડાપ્રધાન રાજકીય વ્યક્તિ નથી કારણ કે રાજકીય જાગૃતિ ધરાવતો વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે નહીં.
વડાપ્રધાન મનમોહન સિંહે ગુજરાતમાં એક ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, ભાજપને નરેન્દ્ર મોદીનો ડર હોવાને લીધે જ અડવાણીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેનો જવાબ આપતા ભવિષ્યના વડાપ્રધાને જણાવ્યું હતું કે, મનમોહન સિહં એક સીધા વ્યક્તિ છે અને એટલે જ તેમણે આવું નિવેદન કર્યું હતું.
PTI
PTI
અડવાણીએ ઘટલોડિયામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું કે, ગત કેટલાક માસમાં સ્થિતિમાં નાટકીય પરિવર્તન આવ્યું છે. કેન્દ્રમાં અસ્થિરતા છે અને યુપીએ સરકારનું ભવિષ્ય અનિશ્ચિત દેખાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2008 માં યોજાશે અને વડાપ્રધાન તેના (અનિશ્ચિતતા) માટે જવાબદાર છે.
કોંગ્રેસ અને માકપા વચ્ચે સમસ્યાની શરૂઆતની જડ તેમણે મનમોહન સિંહના એક વર્તમાન પત્રમાં આપેલા ઈન્ટરવ્યુથી થઈ જેમાં વડાપ્રધાનને કથિતરૂપે જણાવ્યું હતું કે, તેમની સરકાર અમેરિકા સાથે પરમાણુ કરારને આગળ વધારશે અને ડાબેરીઓ યુપીએ સરકારનું સમર્થન પરત લેવા માટે સ્વતંત્ર છે.
તેમણે જણાવ્યું કે, ગઠબંધનનું ભવિષ્ય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના હરિયાણામાં આપવામાં આવેલા ભાષણ બાદ વધારે અંધકારમય થઈ ગયું જેમાં તેમણે જણાવ્યું કે, ડાબેરીઓનુંઓનું વલણ દેશમાં વિકાસની પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે. તેમણે જણાવ્યું કે, તેનાથી કેન્દ્રમાં ગત ઓગ્સ્ટથી અનિશ્ચિતતાનો માહોલ બની ગયો છે.
અડવાણીજીએ છેલ્લે કહ્યુ કે, તેમને વડાપ્રધાનના આ નિવદનથી આશ્ચર્ય થયું હતું કે મોદીને દબાવવા ભાજપે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમને ગૌરવ છે કે આ નિવેદન કરીને મનમોહન સિંહે જાહેરમાં સ્વીકારી લીધું કે ગુજરાતમાં મોદીજીને કોઈ હરાવી શકે તેમ નથી.