અમદાવાદ (ભાષા) ગુજરાતમાં રવિવારે વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણી પુરી થયાં બાદ રાજ્યમાં આવનાર નવી સરકારનો નિર્ણય ઈલેક્ટ્રોનીક મશીનોમાં બંધ થઈ ગયો હતો. બીજા તબક્કામાં રાજ્યના ઉત્તરી અને મધ્ય જિલ્લામાં 95 સીટો પર લગભગ 63 થી 65 ટકા મતદાતાઓએ પોતાના મતોનો ઉપયોગ કર્યો હતો.
રાજ્યમાં બે તબક્કામાં થયેલ ચુંટણીની મતગણતરી 23 ડિસેમ્બરે થશે જેના કારણે રાજ્યમાં આવનાર નવી સરકાર અને તેના સ્વરૂપનું નિર્ધારણ કરશે. સત્તારૂઢ ભાજપ અને વિરોધી કોંગ્રેસ બંનેએ રાજ્યની અંદર પોતાની સરકાર આવવાનો દાવો કર્યો છે.
બીજા તબક્કામાં આજે 95 સીટો પર 599 ઉમ્મેદવારોના ભાગ્યનો નિર્ણય લગભગ 1.87 કરોડ મતદાતાઓએ કર્યો. આ ઉમ્મેદવારોની અંદર 35 મહિલાઓ પણ છે. આ તબક્કામાં ભાજપ 95, કોંગ્રેસ 90, રાકાંપાના ચાર અને લોકપાનો એક ઉમ્મેદવાર મેદાન પર છે. પહેલા તબક્કામાં 87 સીટો પર 11 ડિસેમ્બરે વોટ નાંખવામાં આવ્યાં હતાં.
ચુંટણી કમીશ્નર જયપ્રકાશે નવી દિલ્હીમાં જણાવ્યું કે ચુંટણી ખાસ કરીને શાંતિપૂર્ણ રીતે પુરી થઈ ગઈ છે અને રાજ્યની અંદર કોઈ પણ રીતની મોટી ઘટનાની સુચના મળી નથી. તેમણે કહ્યું હતું કે મતદાન માટે આખો દિવસ ધસરો જોવા મળ્યો હતો અને સાંજે પાંચ વાગ્યા પછી પણ લોકો લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યાં હતાં.
W.D
W.D
આજે સવારે 8 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. શહેરના કેટલાક વિસ્તારોને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં મતદાનની સરેરાશ ટકાવારી જળવાઈ રહી હતી. પ્રથમ કલાકથી જ આશરે 4 થી 7 % જેટલા મતદાનની શરૂઆત થઈ હતી. જે એ મુજબ જ દરેક કલાકે વધારો નોંધાતો રહ્યો હતો. બપોરના અઢી-ત્રણ વાગ્યાના સુમારે જ એ નિશ્ચિત થઈ ગયું હતું કે, મતદાનનો સમય પૂરો થયા સુધીમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાશે. આ ચૂંટણીમાં સ્થાનિક પોલીસે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ખડેપગે ફરજ બજાવી હતી. જ્યારે મતદાનમથકો પર તૈનાત પેરા મિલિટરી ફોર્સના જવાનોએ પણ તેમને સોંપાયેલી કામગીરી અદા કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી વિનોદ બબ્બરે જણાવ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીઓના બીજા તબક્કામાં 11 જિલ્લાની 95 બેઠકો માટે આજે યોજાયેલું મતદાન શાંતિપૂર્વક સંપન્ન થયું છે. બીજા ચરણની 95 બેઠકો માટે આજે અંદાજે 63 થી 65 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.
તેમણે કહ્યું કે, કેટલાક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પરિપૂર્ણ થઈ છે. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં બે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ચકમક ઝરતા તેમના દ્વારા એક બીજાના સાત-આઠ વાહનોને આગ ચાંપવાનો બનાવ બન્યો હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. આ સિવાય બીજા તબક્કાની 95 બેઠકો માટેના અગિયાર જિલ્લાઓમાં અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બન્યા હોવાના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.