24 ઉમેદવારોની યાદી કોંગ્રેસે જાહેર કરી

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:33 IST)
નવી દિલ્હી (એજંસી) ગઇકાલ સોમવાર મોડીરાત્રે પડતર 45 ઉમેદવારો પૈકી માત્ર 24 ઉમેદવારોની યાદી કોંગ્રેસે જાહેર કરી હતી. જેમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે એનસીપીને 5 અને ભાજપ છોડનારા નારાજ જુથને વધુ એક બેઠક આપવાનો નિર્ણય કોંગ્રેસે લીધો હતો. આ પરિપ્રેક્ષ્યમાં 24ની યાદી જાહેર કરાઈ છે. જયારે બાકીના નામો આજે મંગળવાર બપોરે જાહેર થશે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મેઘરજની બેઠક ઉપરથી કેન્દ્રીય કાપડમંત્રી શંકરસિંહ વાધેલના પુત્ર મહેન્દ્રસિંહ વાધેલાને અને કલોલની બેઠક ઉપરથી સુરેશ પટેલને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.

કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં અમદાવાદ શહેરની રખિયાલ, દરિયાપુર-કાજીપુર, મણિનગર અને સરખેજનો સમાવેશ કરવામાં આવ્યો નથી. માણસા માટે જેમનું નામ ચર્ચાતું હતું તેવા વાધેલા જૂથના હરિભાઈ ચૌધરીને મોડાસા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં શાહપુરની બેઠક ઉપરથી ગ્યાસુદ્દીન શેખ અને શહેરકોટડામાંથી શૈલેશ પરમાર, સાબરમતીમાંથી ડો. કૌશિક શાહને જાહેર કર્યા છે.

વડોદરામાં સયાજીગંજમાંથી વડોદરાના માજી મેયર દલસુખ પ્રજાપતિના પુત્ર રાજેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અસારવા, દિયોદર અને વડોદરા (ગ્રામ્ય)ની બેઠક મહિલાઓને ફાળે ગઈ છે. ૨૪ની યાદીમાં ૮ પટેલ ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે. આમ પટેલ મતો અંકે કરવા માટે કોંગ્રેસ દ્વારા સઘન પ્રયાસ કરાયા હોવાનું જણાઈ રહ્યું છે.

કોંગ્રેસના 24 ઉમેદવારોની યાદી -
સાબરમતી-ડો. કૌશિક શાહ
વિરમગામ-ડો. જગદીશ પટેલ
શાહપુર-ગ્યાસુદ્દીન શેખ
અસારવા-ડો. મધુબેન પટણી
રણધીકપુર-પુનાભાઈ બારિયા
બાલાસિનોર-માનસિંહ ચૌહાણ
કપડવંજ-મણીભાઈ પટેલ
પેટલાદ-નીરંજન પટેલ
વડોદરા(શહેર)-ડો. રાજેન્દ્ર રાઠોડ
સયાજીગંજ-રાજેશ દલસુખભાઈ પ્રજાપતિ
વાઘોડિયા-જયેશ પટેલ
વડોદરા(ગ્રામ્ય)- જયશ્રીબેન ગોહિલ
કરજણ-ચંદુભાઈ ડાભી
શહેરકોટડા-શૈલેષ પરમાર
કલોલ-સુરેશ પટેલ
જોટાણા-નવીન ચાવડા
વિજાપુર-બાબુભાઈ પટેલ
દિયોદર-જેનીબેન ઠાકોર
ધાનેરા-નાથાભાઈ પટેલ
પાલનપુર-રાજેન્દ્ર જોષી
હિંમતનગર-સી. કે. પટેલ
મોડાસા-હરિભાઈ ચૌધરી
મેઘરજ-મહેન્દ્રસિંહ શંકરસિંહ વાધેલા
લુણાવાડા-હીરાભાઈ પટેલ

વેબદુનિયા પર વાંચો