સૌરાષ્ટ્ર-કચ્છની 58 સહિત કુલ 87 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ મતદાનના આડે હવે માત્ર 24 કલાકનો સમય બાકી રહ્યો છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી દરેક રાજકીયપક્ષ અને ઉમેદવાર જાહેરમાં જોરશોરથી પ્રચાર કરવાનો બંધ કરી દીધો છે. ચૂંટણી પંચે પણ સ્પષ્ટ સૂચના જારી કરી છે કે, તા. 11મી ડિસેમ્બરના રોજ જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. તેવા વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો તા. 9-12-2007ના રોજ સાંજે પાંચ વાગ્યા પહેલા બંધ કરી દેવાના રહે છે. આ સૂચનાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એવી જ રીતે બીજા તબક્કામાં એટલેકે 16-12-07ના દિવસે જ્યાં મતદાન થવાનું છે. તેવા વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો તા. 14-12-2007ના સાંજના બંધ કરી દેવાના રહેશે.