બ્રાહ્મણ ઉમેદ્વારો બધે જ ઝળક્યા

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (20:01 IST)
અમદાવાદ(વેબદુનિયા) કોંગ્રેસ અને ભાજપે આ વખતે જ્યાં-જ્યાં બ્રાહ્મણ ઉમેદ્વારો ઊભા રાખ્યા હતા, ત્યાં-ત્યાં બહુધા ભડકો થયો છે. ભાજપે ખાડિયામાં અશોક ભટ્ટના નામ સાથે પેનલમાં મયુર દવેનું નામ મુકાતા જ અશોકભાઈની આંખો દુર્વાસાની જેમ પહોળી થઈ ગઈ હતી.

બીજી તરફ, ખાડિયાના લોકોએ આ ઉમેદ્વારનો ક્યાં સુધીનો સૂર મોટો કર્યો. ખાડિયામાં તો નવાઈની વાત છે કે ટિકીટ મળી તે, પેનલમાં મૂકાયેલું બીજું નામ જેને કોંગ્રેસે ટિકીટ આપી, તે ચેતન રાવળ અને ટિકીટના મળતા મેદાનમાં આવ્યા તે જગત શુક્લ તમામે તમામ બ્રાહ્મણો છે.

અશોકભાઈની જેમ સિદ્ધપુરમાં જય નારાયણ વ્યાસના નામ સામે પણ થોડો વિવાદ ઊભો થયો હતો; જ્યારે કોંગ્રેસે સુરેંદ્રનગરમાં અરવિંદ સંઘવી જેવા વરિષ્ઠનું નામ કાપી હિમાંશુ વ્યાસને મૂકતાં રીતસરનો ભડકો થયો હતો! તે જ રીતે, નરેશ રાવળને મહેસાણા અને ચેતન રાવળને કાડિયાનો મેંડેટ આપતા જ રોષ સપાટી પર આવી ગયો હતો.
(ધર્મેન્દ્ર વ્યાસ)

વેબદુનિયા પર વાંચો