ચૂંટણી પંચનાં નિયમોનો ભંગ

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને જ્યારે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે ત્યાં ફરી એક વખત રાજ્યમાં ભડકાઉ એસએમએસ ફરતા થયાં છે

ચૂંટણી પંચે આવા એસએમએસ પર પહેલાંથી જ મનાઈ ફરમાવી દીધી હોવા છતાં નિયમોની ઐસી તૈસી કરી આવાં ખાસ એસએમએસ પૂર ઝડપે રાજ્યભરમાં પ્રસરી રહ્યા છે.

આવાં એસએમસએસમાં ગોધરકાંડનો તથા એવી અન્ય ઘટનાનો ઉલ્લેખ કરાઈને એક ચોક્કસ કોમનાં લોકો વિરોધી લખાણ હોવાની જાણ થઈ છે. ભાજપનાં વરિષ્ઠનેતા અશોક ભટ્ટને જ્યારે આ પ્રકારનાં એસએમએસ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જુદાં જ પ્રકારનો પ્રત્યુતર વાળતાં દિવાળીનાં તહેવારોમાં પણ એસએમએસ છૂટથી મોકલાતા હોવાની અને એસએમએસ વર્તમાન કલ્ચરનો એક ભાગ બની ગયા હોવાની વાત કરી હતી. છાત્રોથી માંડીને આમ નાગરિકોમાં ફરતા થયેલ આ ભડકાઉ એસએમસએમસ પર નિયંત્રણ મુકવાની માંગ ઉઠી છે પરંતુ મોબાઈલ નેટવર્કની વ્યાપક્તાને ભેદવી મુશ્કેલ કામ હોવાથી હાલ તો આ પ્રકારનાં એસએમએસ ચોમેર છૂટથી ફેલાઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો