ગુજરાતની મહાન વ્યક્તિઓ- મોરારજી દેસાઈ -મહાત્મા ગાંધીજી- સરદાર વલ્લભભાઈ પટેલ

G.R

મોરારજી દેસાઈ - મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ કરી હતી. ઈ.સ 1918માં બોમ્બેની વિલ્સન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે 12 વર્ષ સુધી સેવા આપી હતી.

1930માં જ્યારે મહાત્માં ગાંધીની આગેવાને હેઠળ ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી. આ એક કઠણ નિર્ણય હતો પણ શ્રી દેસાઈ એવુ કહેતા હતા કે 'જ્યારે પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ થઈ જાય છે.'

શ્રી દેસાઈ આઝાદીની લડાઈ દરમિયાન ત્રણ વખત જેલમાં જઈ આવ્યા. તેઓ 1931માં ઓલ ઈંડિયા કોંગેસ કમીટીના સભ્ય બન્યા અને 1937 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રહ્યા. જ્યારે કોંગ્રેસની પહેલી સરકારની ઓફિસ ખોલી ત્યારે શ્રી દેસાઈ તેઓ મહેસૂલ મંત્રી બન્યા.

શ્રી દેસાઈ ઈ.સ 1941માં મહાત્માં ગાંધી દ્વારા આયોજીત વ્યક્તિગત સત્યાગ્રહના આંદોલન દરમિયાન જેલમાં ગયા અને ફરી 1942માં 'ભારત છોડો' આંદોલન દરમિયાન પણ જેલમાં ગયા. તેમને 1945માં છોડવામાં આવ્યા. સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી પછી તેઓ મુંબઈના મહેસૂલ અને ગૃહમંત્રી બન્યા. પોલીસ વહીવટ દરમિયાન તેમણે પોલીસ અને લોકો વચ્ચેના અવરોધો દૂર કર્યા અને લોકોની જાનમાલની રક્ષા માટે પોલીસ વહીવટને વધુ સહાનુભૂત બનાવ્યુ. તેઓ 1952માં બોમ્બેના ચીફ મિનિસ્ટર બન્યા.

તેમના વિચારો મુજબ જ્યાં સુધી ગામડા અને શહેરમાં રહેતા ગરીબ લોકોનુ જીવન સ્તર ઉંચુ નહી આવે ત્યાં સુધી સમાજવાદ વિશે બોલવાનો કોઈ અર્થ નથી. ઈસ. 1952માં તેઓ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા જ્યારે કે 24 માર્ચ 1977ના રોજ તેઓ દેશના વડાપ્રધન બન્યા અને તેમણે સફળ નેતાની ભૂમિકા ભજવીને આકરા નિર્ણયો લઈને જીવન જરૂરી વસ્તુઓના ભાવો ઘટાડીને સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય થયા.

શ્રી મોરારજી દેસાઈને 1991માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો.

 
G.R

મહાત્મા ગાંધીજી - દેશની સેવામાં જવાહરલાલ નહેરૂ, આચાર્ય ક્રિપલાની, મોલાના આઝાદ, સુભાષચંદ્દ બોઝે પણ વર્ષોના વર્ષોના આપી દીધા હતાં. આમ છતાં ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે બીજાનું યોગદાન ઓછું દેખાયું. અલબત, શા કારણે ? આજે પ્રોફેશનલ મેનેજમેંટના જમાનામાં મેનેજમેંટનીજ ભાષામાં વાત કરો તો કદાચ એ સવાલનો જવાબ મળી રહેશે.

વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી ચગાવવો અને છેવટે સત્યાગ્રહના ભાગરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અંગ્રેજોને શી રીતે ઝૂકાવવા એ દરેક બાબતે ગાંધીજી ખૂબજ સભાન હતાં. માટેજ સત્યાગ્રહનું દરેક પગલું તેઓ ગણતરીપૂર્વક ભરતા હતાં. શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે અહિસંક લડત આદરીને સમગ્ર વિશ્ર્વની નજરમાં અંગ્રેજોને વિલન પુરવાર કરી દેવાને મળેલી સફળતા મેનેજમેંટમાં તેમની કોઠાસૂજનું ઉદાહરણ છે, તો બીજો દાખલો દાંડી યાત્રા પણ છે. કે જેમાં માત્ર અંગ્રેજો સલ્તનતને જ નહિં, પરંતુ સમગ્ર દુનિયાને ખળભળાબ્યું.

રાષ્ટ્ર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા મહાત્મા ગાંધીજી અમેરિક ચિંતક થોરો, ઇંગ્લેન્ડના માનવતાવાદી જહોન રસ્કિન, રશિયાના લિયો ટોલ્સટોય જેવાઓના તત્ત્વચિંતનના અભ્યાસથી પ્રભાવિત થયા હતા. "આ જગતમાં જે કાંઇ છે તે સઘળું ઇશ્વરને આભારી છે, આથી તેને ત્યાગીને ભોગવ. કોઇના પણ ધનની લાલચ રાખીશ નહીં." ઇશાવાષ્ય ઉપનિષદના આ બુનિયાદી વિચારમાંથી ગાંધીજીને વાલીપણાનો ખ્યાલ સ્ફૂર્યો હતો. અર્થશાસ્રના "આર્થિક માનવ"ના ખ્યાલ સામે ગાંધીજીએ માનવનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઉપયોગ અને ઉપભોગ વરચેનો ભેદ સમજવાની શીખ આપી હતી. "જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે." એવા ભગવદ્ગીતાના ઉપદેશે ગાંધીજીને અઘ્યાત્મના રંગે રંગી નાખ્યા હતા.

પૂ.ગાંધીજીની વિશેષતા એ હતી કે મોટામાં મોટા માણસથી માંડીને નાનામાં નાના માણસને મળવાનું, તેને શાંતિથી સાંભળવાનો કે સમજવાનો તેમની પાસે સમય હતો. પોતાની આઘ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા માટે સ્વાતંત્ર ચળવળના ભગીરથ પુરુષાર્થ દરમિયાન પણ સમય કાઢીને સંતો, જ્ઞાનીજનો, તત્ત્વચિંતકોની મુલાકાત તથા સત્સંગ વાર્તાલાપ કર્યો હતો. મહર્ષિના વાર્તાલાપોમાં અવાર-નવાર ગાંધીજીનો ઉલ્લેખ જૉવા મળે છે. આ સંદર્ભમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇ લખે છે "રમણ મહર્ષિના વાર્તાલાપોમાંથી ગાંધીજીની ઇશ્વર પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ અને તેમની વિચારમુકત અવસ્થા જૉવા મળે છે."

ગાંધીજીની સોમવારે સાપ્તાહિક મૌનના દિવસે મુલાકાત લેનાર પરમહંસ યોગાનંદને રાત્રે આઠ વાગ્યે મૌન છૂટયા પછી ગાંધીજીએ જણાવ્યું, "વર્ષોપહેલાં મારા પત્રવ્યવહારને પહોંચી વળવા માટે વખત મેળવવા સારું મેં અઠવાડિયામાં એક દિવસ મૌન પાળવાનું શરૂ કર્યું પણ હવે એ ચોવીસ કલાક મારે માટે ખાસ આઘ્યાત્મિક જરૂરિયાતના થઇ પડયા છે." નિયતકાલનું મૌનવ્રત એ યાતના નથી, પણ આશીર્વાદ છે. ભગવાન સત્ય છે એમ, કહેનાર ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે, "સત્ય એ જ ભગવાન છે." ગાંધીજીએ કહ્યું છે, "જો સત્ય અને અહિંસાને આપણે આપણા જીવનનો મહામંત્ર બનાવવાનો નિશ્ચય કરીએ તો દરેક સવાલનો ઉકેલ મળી આવે છે એમાં શંકા નથી." ગાંધીજી એમના જીવન-અનુભવ દર્શાવતા કહે છે, "મેં મારા જીવનમાં જોયું છે કે વિનાશના કાયદાથી નહીં, પણ પ્રેમના ચોક્કસ સિદ્ધાંતે મને સફળતા આપી છે."

 
G.R

સરદાર વલ્લભભાઈ પટેલ - આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.

તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

વેબદુનિયા પર વાંચો