Election results 2022: કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, EVMમાં ગડબડીનો આરોપ

ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (15:47 IST)
Bharatbhai Solanki: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન  EVM સાથે છેડછાડના કથિત પ્રયાસોના વિરોધમાં ગાંધીધામથી કોંગ્રેસ ઉમેદવાર ભરતભાઈ વેલજીભાઈ સોલંકીએ પોતાના ગળામાં ફંદો બાંધી લીધો અને આત્મહત્યાની કોશિશ કરી. 

 
આ સમાચાર લખાતા સુધી સોલંકી ભાજપના માલતી કિશોર મહેશ્વરી કરતાં 15,000થી વધુ મતોથી પાછળ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક EVM યોગ્ય રીતે સીલ કરવામાં આવ્યા નથી. મતગણતરી રૂમમાં EVM સાથે ચેડા કરવાના કથિત પ્રયાસો સામે દેખીતી રીતે નારાજ સોલંકી ધરણા પર બેઠા અને તેમના ગળામાં ફાંસો બાંધ્યો. તેમણે દાવો કર્યો હતો કે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
 
ભાજપ 1995થી ચૂંટણી  હાર્યું નથી 
ભારતીય જનતા પાર્ટી (BJP) 1995 પછી ગુજરાતમાં એકપણ વિધાનસભા ચૂંટણી હારી નથી. ટ્રેન્ડ મુજબ તે 182માંથી 155 સીટો પર આગળ છે. ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે, પરંતુ આટલા મોટા જનાદેશ સાથે ક્યારેય કોઈ પક્ષ ચૂંટણી જીતી શક્યો નથી.
 
ભાજપને અત્યાર સુધીમાં 53.62 ટકા, કોંગ્રેસને 26.57 ટકા અને AAPને 12.80 ટકા વોટ મળ્યા છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે અને બહુમતીનો આંકડો 92 છે.

વિધાનસભાની 6 બેઠક ધરાવતા કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકી દ્વારા આજે ભુજ ખાતે ચાલી રહેલી મતગણતરી દરમિયાન તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી દર્શાવી કેન્દ્રની અંદર ધરણાં શરૂ કરી દીધા છે. ઘટનાનું કારણ રાઉન્ડ 5 દરમિયાન એક ઇવીએમ મશીનનું શીલ તૂટેલી હાલતમાં જોવા મળતા ઉમેદવારે વાંધો જાહેર કર્યો છે. એટલું જ નહીં ઇબીએમ સાથે ચેડાં થયા હોવાના ગંભીર આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાના પગલે બંદોબસ્તમાં રહેલી પોલીસે તેમને અટકાવ્યા હતા, તો વહીવટી તંત્રના અધિકારીઓએ ઉમેદવાર ભરતભાઈને સમજાવટના પ્રયાસો શરૂ કર્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી હાલ માત્ર 469 મતથી આગળ ચલી રહ્યા છે. છેલ્લે આવેલી માહિતી મુજબ ભાજપને 3217 અને કોંગેસને 2748 મત મળેલા છે.અભ્યાસ અંગે વાત કરીએ તો ભરત સોલંકી ધોરણ 9 પાસ છે. કંડલા પોર્ટ નજીકના જીરા બંદર પાસે તેઓના દાદા અને બાપુજી હાજરિયા તરીકે કામ કરતા હતા. તેઓ મીઠાના અગર બનાવતા હતા. તેમની માતા સોનલબેન દાંતારી વડે મીઠાના પાળા વાળતાં. તેમને જન્મજાત મીઠું પકવવાનું શીખવા મળ્યું હતુ. તેઓ ગાંધીધામની શાળામાંથી છૂટી સીધા જ મીઠાના અગર પર પહોંચી જતા હતા. ભરત સોલંકીએ થોડા દિવસ પહેલા દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું મીઠામાં જ જન્મ્યો છું અને મીઠામાં જ મરીશ. આજે પણ હું એ જ પ્રમાણે મીઠાના અગરમાં જરૂર પડે તો કામ કરી શકું છું. હું ગાંધીધામની ત્રણથી ચાર સોલ્ટ એકમ હેઠળ મીઠાનું છૂટક વેચાણ કરું છું.ભૂતકાળના ખરાબ દિવસોને યાદ કરતાં ભરત સોલંકીએ જણાવ્યું હતું કે, મેં 9મી જૂન 1998ના કચ્છમાં આવેલા વિનાશક વાવાઝોડામાં પરિવારના 9 સભ્યોને ગુમાવ્યા હતા. પિતરાઈ ભાઈ-બહેન અને કાકા સહિતના કુટુંબીઓનાં અવસાન થયાં હતાં. તે વખતે હું ભરાપર મીઠાના અગરમાં જ હતો અને ભગવાનની કૃપાથી એ કુદરતી આપત્તિમાંથી ઊગરી ગયો હતો. વેરાયેલા વિનાશ બાદ ફરી પગભર થતાં મારે ભારે જહેમત કરવી પડી હતી. એક સમય તો એવો આવ્યો હતો કે ભાડાનું મકાન ખાલી કર્યા બાદ બીજું મકાન મળી શકતું નહોતું. પરિવાર સાથે ત્રણ દિવસ ગાંધીધામની ફૂટપાથ પર વિતાવવા પડ્યા હતા. પણ લોકોની સહાનુભૂતિના પ્રતાપે આજે હું પગભર બન્યો છું અને એટલે જ હવે લોકોની સેવા કરવાની તક મળતાં આનંદ અનુભવું છું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર