માણસાના ભાજપના ઉમેદવાર જયંતી પટેલ પાસે 652 કરોડની સંપત્તિ

શુક્રવાર, 18 નવેમ્બર 2022 (09:44 IST)
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા કુલ 125 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આ વખતે ચૂંટણી જંગ જામશે. ત્રણ રાજકીય પક્ષના ઉમેદવારોમાં સૌથી વધુ સંપતિ માણસામાં ભાજપના ઉમેદવાર જે. એસ. પટેલની 652 કરોડ છે. માત્ર 10 પાસ જે. એસ. પટેલ વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે. જે. એસ. પટેલ ત્રણ રાજકીય પક્ષોમાં સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. સૌથી વધુ ભણેલા ઉમેદવાર ગાંધીનગર દક્ષિણના કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુ પટેલે પીએએચડી કરેલી છે. જ્યારે કલોલ ભાજપના ઉમેદવાર લક્ષ્મણજી ઠાકોર 8 પાસ જ છે.

ઉમેદવારોમાં 8 ઉમેદવારો કોલેજ કે તેનાથી વધુ ભણેલા છે. 2 ઉમેદવાર 10 પાસ, 2 ઉમેદવાર 12 પાસ છે. ભાજપ-કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તમામ પક્ષના ઉમેદવારો કરોડપતી છે. તમામ ઉમેદવારો પાસે પોતાની ગાડી છે, જોકે ગાંધીનગર દક્ષિણમાં કોંગ્રેસના ઉમેદવાર એવા હિમાંશુ પટેલ કે તેના પરિવારના નામે તેઓએ કોઈ વાહન દર્શાવ્યું નથી. આ ઉમેદવારોનું ભાવી 5 ડિસેમ્બરે ઈવીએમમાં કેદ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર