Surat News - ઈવીએમમાં જાદુના થાય તેની મા ભવાનીને પ્રાર્થના - સુરતમાં રાજ બબ્બર
શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (15:18 IST)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બોલિવૂડ એક્ટર રાજ બબ્બર શુક્રવારે સુરત ખાતે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતાં. રાજ બબ્બરે વરાછા વિસ્તારમાં કોંગ્રેસી નેતાઓ માટે રોડ શો યોજીને મત માંગ્યા હતાં. બાદમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજ બબ્બરે કહ્યું હતું કે, ભાજપ હાર ભાળી ગઈ છે. ગુજરાતના દરેક વર્ગ પાટીદાર, દલિત ઓબીસી દરેકને માર મરાયો છે. મોદી પોતાને ગુજરાતના દીકરા ગણે છે બીજા ગુજરાતી ગુજરાતના સંતાન નથી તેવા સવાલ કર્યા હતાં. વિકાસના મુદ્દા કરતાં ધર્મના મુદ્દાને ઉછાળી રહી છે.
રાહુલ ગાંધીના ધર્મ વિષે સવાલો ઉઠાવનારાએ અમિત શાહ હિન્દુ નહીં જૈન હોવાનું કહી. ઈવીએમમાં કાળો જાદુ ન ચાલે તેવી મા ભવાનીને પ્રાર્થના હોવાનું કહ્યું હતું. રાજ બબ્બરે ફરી ઈવીએમના ગરબડીના મુદ્દાને ઉઠાવતાં કહ્યું કે, યુપીમાં 70 મીશન અમે પકડી હતી. ત્યાં મશીનના કારણે જ ભાજપ જીત્યું હતું. ત્યારે ગુજરાતની ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં ન થાય તે માટે અને ઈવીએમ પર કાળો જાદુ ન ચાલે તે માટે માં ભવાનીને પ્રાર્થના કરીશું. સાથે જ ઈવીએમમાં છેડછાડ થવાની સંભાવના પણ તેમણે ગુજરાતની ચૂંટણીમાં વ્યક્ત કરી હતી. વરાછા વિસ્તારમાં યોજાયેલા રોડ શોમાં ખુલ્લી જીપમાં ઉમેદવારો સાથે નીકળેલા રાજ બબ્બરે લોકોનું અભિવાદન જીલ્યું હતું. ત્યારબાદ રાજ બબ્બરની યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં. રાજે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપ સરકાર દરેક મુદ્દે ફેઈલ ગઈ છે. તેમજ ગુજરાતમાં 22 વર્ષથી શાસન હોવા છતાં તમામ વર્ગના લોકો પરેશાન થઈ ઉઠ્યાં છે. રાહુલ ગાંધીના સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ રજીસ્ટરમાં નોંધ થતાં ધર્મને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે રાજ બબ્બરે પણ ઝંપલાવ્યું હતું. અને કહ્યું કે, ભાજપના પ્રમુખ અમિત શાહનો કયો ધર્મ છે. તેઓ હિન્દુ છે કે જૈન એ તેમણે નક્કી કરવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે અમિત શાહ વૈષ્ણવ વણિક છે. ત્યારે ધર્મને લઈને ચાલતી રાજનીતિના રાજકારણે નવું સ્વરૂપ અપનાવ્યાંનું આજે ફરી જોવા મળ્યું હતું.