હું સીએમ પદની રેસમાં નથી - શંકરસિંહ વાઘેલા

મંગળવાર, 21 માર્ચ 2017 (06:13 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે કોંગ્રેસે પણ આક્રમક તૈયારી પોતાની રીતે હાથ ધરી છે. પ્રદેશ કોંગ્રેસની બેઠક આજે  મળી હતી.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આવે છેના સૂત્ર સાથે નેતાઓ, ધારાસભ્ય અને કાર્યકરોની બેઠક મળી હતી. બેઠકમાં ચૂંટણી માટે તૈયારીમાં લાગી જવા આહવાન કરાયું હતું. 
 
ચૂંટણીની રણનીતિ અને કોંગ્રેસના કાર્યકરોમાં જુસ્સો ભરવા માટે આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ઘટસ્ફોટ કર્યો છે કે હું સીએમ પદની રેસમાં નથી અને હું વિધાનસભાની ચૂંટણી સુધી જ છું.

વેબદુનિયા પર વાંચો