પાટીદારોના વોટ બનશે નિર્ણાયક
સૌરાષ્ટ્રની વિધાનસભા સીટો પર પાટીદાર વોટર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. અહી પાટીદારોની એક મોટી વસ્તી છે જે અગાઉની ચૂંટણીમાં બીજેપીને સમર્થન આપતા આવ્યા છે. પણ આ વખતે હાર્દિક પટેલના નેતૃત્વમા પાટીદાર અનામત આંદોલન સમિતિ બીજેપીના પક્ષમાં વોટ ન કરવાની અપીલ કરી રહી છે. હાર્દિક પટેલ કડવા પટેલ છે અને જ્યારે સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લેઉવા પટેલોની વસ્તી છે. જો લેઉવા પટેલ હાર્દિકનો સાથ આપે છે તો સૌરાષ્ટ્રમાં મોટો ફેરબદલ જોવા મળી શકે છે.
વલસાડમાં જે જીત્યુ એ જ સિકંદર
ગુજરાતમાં વલસાડ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. છેલ્લી અનેક ચૂંટણીમાં આ જોવા મળ્યુ છે કે વલસાડ વિધાનસભા સીટ પર જે પાર્ટીના ઉમેદવારની જીત થાય છે રાજ્યમાં એ જ પાર્ટીની સરકાર બને છે. એટલુ જ નહી વલસાડ લોકસભા સીટ પર જે પાર્ટીના ઉમેદવાર જીતે છે એ પાર્ટીની સરકાર કેન્દ્રમાં બને છે.