ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે બીજેપી પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ગાંધીનગર પાસે એક ગામમાં ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ગુજરાત આવતા પહેલા મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે “દશકાઓ સુધી ભાજપને આશીર્વાદ આપવા માટે હું ગુજરાતના લોકો સામે નત:મસ્તક છું. અમે પૂરી શક્તિ અને પુરૂષાર્થથી હંમેશા દરેક ગુજરાતીના સ્વપ્નને પૂરા કરીશું.”
જીતૂ વઘાણીએ કહ્યું કે, 15 દિવસની ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત 1 ઓક્ટોબરે થઈ હતી અને આમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભાગ લધો. યાત્રા દરમિયાન 4471 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું અને આ ગુજરાત વિધાનસભાની 182 સીટોમાંથી 149 સીટોના વિસ્તાર પર થઈને પ્રસાર થઈ.
જીતૂ વાઘાણીએ વધું જણાવતા કહ્યું કે, વડાપ્રધાન ભટ ગામમાં ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં લગભગ સાત વાખ બીજેપી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. તેમને જણાવ્યું કે, આ દરમિયાન ગુજરાતના વિજય રૂપાણી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને અન્ય નેતા હાજર રહશે.