Goa Election: મંદિર, મસ્જિદ, ચર્ચમાં કોંગ્રેસના 36 ઉમેદવારોએ લીધો સંકલ્પ - 5 વર્ષ નહી છોડે પાર્ટીનો સાથ
ગોવા(Goa) 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ માટે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષો પૂરા જોરશોરથી (Goa Assembly Elections 2022) મેદાનમાં કૂદી ચુક્યા છે. દરમિયાન ચૂંટણી પહેલા કોંગ્રેસ(Congress) ગોવાના મતદારોને ખાતરી આપી છે આ વખતે 2019ની જેમ પક્ષપલટા જેવી ઘટનાઓ નહીં બને. આ માટે કોંગ્રેસે શનિવારે (Goa Congress) તેના આગેવાનો સાથે ભગવાનને સાક્ષી માનીને ઠરાવ કર્યો છે.
2019માં ચૂંટણી પછી કોંગ્રેસના લગભગ 10 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી અને બીજેપીમાં ગયા હતા. આ કારણે કોંગ્રેસે 36 ઉમેદવારોએ મંદિર, ચર્ચ અને મસ્જિદોમાં જઈને સંકલ્પ કર્યો છે કે આ ચૂંટણીમાં અને પછી પાર્ટી પ્રત્યે ઇમાનદાર રહીશું.
પણજીમાં મહાલક્ષ્મી મંદિર અને કોંકણીમાં બંબોલિમ ક્રોસમાં હાથ જોડીને ઉભા રહીને ચૂંટણીના ઉમેદવારોએ સંકલ્પ કર્યો કે ચૂંટણીમાં જીત પછી તે આગામી પાંચ વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી સાથે રહેશે. ઉમેદવારોએ શપથ લેતા કહ્યું કે દેવી મહાલક્ષ્મીના ચરણોમાં અમે બધા 36 લોકો શપથ લઇએ છીએ કે અમે કોંગ્રેસ પાર્ટી પ્રત્યે વફાદાર રહીશું. આ જ પ્રકારની શપથ બમ્બોલિમ ક્રોસમાં અપાવી હતી. આ પછી 34 પુરુષ ઉમેદવારોએ બેટિમની એક મસ્જિદમાં ચાદર ચડાવી હતી.