World Ozone day 2023: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

શનિવાર, 16 સપ્ટેમ્બર 2023 (00:26 IST)
World Ozone Day 2023:  દર વર્ષે 16 સપ્ટેમ્બરે વર્લ્ડ ઓજોન ડે ઉજવાય છે. તેનો હેતુ લોકોને પ્રકૃતિને લઈને જાગૃત કરવાનો છે. દર વર્ષે ઓજોન લેયર પ્રત્યે જાગૃત કરવા માટે એક થીમ રજુ કરવામાં આવે છે.  આ વર્ષની થીમ  Global Cooperation Protecting life on Earth (પૃથ્વી પર જીવનની રક્ષા કરનારો વૈશ્વિક સહયોગ) થીમ રાખવામાં આવી છે. 
 
ઓઝોન દિવસ (World Ozone Day) દરે વર્ષે આખી દુનિયામાં 16 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ વર્ષે ઓઝોન દિવસ 2022 ની થીમ 'જીવન માટે ઓઝોન : ઓઝોન લેયર સંરક્ષણના 35 વર્ષ'  છે. ઓજોન દિવસનો ઉદ્દેશ્ય ઓજોન પરતના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાનો છે. ઓઝોન લેયર ઓઝોન અણુઓની એક લેયર છે જે 20થી 40 કિમીની અંદર વાયુમંડળમાં જોવા મળે છે. ઓઝોન લેયર પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રા વાયલટ કિરણોથી બચાવવાનુ કામ કરે છે. ઓઝોન  લેયર વગર જીવન સંકટમાં પડી શકે છે. કારણ કે અલ્ટ્રા વાયલટ કિરણો જો સીધી ધરતી પર પહોંચી જાય તો તે મનુષ્ય, વૃક્ષ  છોડ અને જાનવરો માટે પણ ખૂબ ખતરનાક બની શકે છે. આવામાં ઓઝોન લેયરનુ સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓઝોન લેયરને માણસો દ્વારા બનાવેલ કેમિકલ્સથી ઘણુ નુકશાન થાય છે.  આ કૈમિકલ્સથી ઓઝોનની લેયર પાતળી થઈ રહી છે.  ફેક્ટરી અને અન્ય ઉદ્યોગમાંથી નીકળનારા કેમિકલ્સ હવામાં ફેલાઈને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ઓઝોન લેયર બગડવાથી જળવાયુ પરિવર્તન થઈ રહ્યુ છે. આવામાં હવે ગંભીર સંકટને જોતા દુનિયાભરમાં તેના સંરક્ષણને લઈને જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.  
 
કેમ ઉજવાય છે ઓઝોન દિવસ 
 
વર્ષ 1985માં સૌથી પહેલા બ્રિટિશ અંટાર્કટિક સર્વના વૈજ્ઞાનિકોએ અંટાર્કટિકની ઉપર ઓઝોન પરતમાં એક મોટા કાણાની શોધ કરી હતી.  વૈજ્ઞાનિકોને જાણ થઈ કે તેની જવાબદાર વક્લોરોફ્લોરોકાર્બન (CFC) ગેસ છે. જ્યારબાદ આ ગેસના ઉપયોગ પર રોક લગાવવા માટે દુનિયાભરના દેશોમાં સહમતિ બની અને 16 સપ્ટેમ્બર 1987માં મૉંટ્રિયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારબાદથી ઓઝોન લેયરના સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસાભાએ વર્ષ 1994માં 16 સપ્ટેમ્બરની તારીખને આંતરરાષ્ટ્રીય  ઓઝોન દિવસ ઉજવવાનુ એલાન કર્યુ. પહેલીવાર વિશ્વ ઓઝોન દિવસ વર્ષ 1995માં ઉજવવામાં આવ્યો હતો. જ્યારબદ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. 
 
શુ છે ઓઝોન લેયર 
 
ઓઝોન લેયર પૃથ્વીના વાયુમંડળની એક પરત છે. ઓઝોન લેયર આપણને સૂરજમાંથી નીકળનારા અલ્ટ્રાવયરેટ કિરણોથી બચાવે છે. ઓઝોનની લેયરની શોધ 1913માં ફ્રાંસના ભૌતિકવિદો ફૈબરી ચાર્લ્સ અને હેનરી બ્રુસોનએ કરી હતે. ઓઝોન (O3)ઓક્સીઝનના ત્રણ પરમાણુઓમાંથી મળીને બનનારી એક ગેસ છે. જે વાયુમંડળમાં ખૂબ ઓછી માત્રામાં   0.02%માં જોવા મળે છે. ધરતીથી 30-40  કિમીની ઊંચાઈ પર ઓઝોન ગેસનો  91% ભાગ એકસાથે મળીને ઓઝોનની લેયરનુ નિર્માણ કરે છે. 
 
અલ્ટ્રાવાયોલેટ કિરણોથી નુકસાન
સમય જતાં, આપણે નવા ઉપકરણો અને ટેક્નોલોજી પર ખૂબ જ નિર્ભર બની ગયા છીએ. આજે દરેક ઘરમાં રેફ્રિજરેટર અને એસી હોય છે, તેમાંથી નીકળતો ગેસ ઓઝોન લેયરને ઘણું નુકસાન પહોંચાડે છે.અલ્ટ્રા વાયોલેટ કિરણો આપણી ત્વચાના મેલાનિનને વધારે છે. તમને જણાવી દઈએ કે કોઈ વ્યક્તિની ત્વચાનો રંગ તેના શરીરમાં રહેલા મેલાનિન પર નિર્ભર કરે છે. જેના શરીરમાં મેલાનિન પિગમેન્ટેશન વધુ હશે, તે વ્યક્તિની ત્વચાનો રંગ કાળો હશે. આ મેલાનિન પિગમેન્ટ કેન્સરનું કારણ પણ બની શકે છે. યુવી કિરણોને કારણે ત્વચાની કડકતા ઓછી થવા લાગે છે. આના કારણે ત્વચાને નુકસાન થવાથી ત્વચાની ટાઈટનિંગ ઓછી થવા લાગે છે, જેના કારણે ત્વચા ઢીલી થઈ જાય છે અને સંકોચાઈ જાય છે.
 
ઓઝોનની સુરક્ષાના ઉપાય  
 
સનસ્ક્રીન પહેરો.
વિટામિન સીનો મહત્તમ ઉપયોગ કરો.
વાહનનો ઉપયોગ ઓછો કરો.
રબર અને પ્લાસ્ટિકના ટાયર સળગાવવાનું બંધ કરો
વધુ ને વધુ છોડ વાવો.
છોડને નુકસાન કરતા જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર