વીજળી પડતા આ 6 વાતોનુ રાખો ધ્યાન

ગુરુવાર, 23 જૂન 2016 (14:49 IST)
વીજળી પડવાનું દ્રશ્ય ભયાનક હોઈ શકે છે. મંગળવારે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 79 લોકોના મોત થઈ ગયા. 
 
વીજળી પડવાની સ્થિતિમાં આ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
 
1. જો કોઈના પર વીજળી પડી જાય તો તરત ડોક્ટરની મદદ માંગો. આવા લોકોને ટચ કરવાથી તમને કોઈ નુકશન નહી થાય. 
 
2. જો કોઈના પર વીજળી પડી છે તો તરત જ તેની નાડી તપાસો અને જો તમે પ્રથમ ઉપચાર આપવા માંગો છો તો જરૂર આપો. વીજળી પડવાથી મોટાભાગે બે સ્થાન પર સળગવાની આશંકા રહે છે. તે સ્થાન જ્યાથી વીજળીનો ઝટકો શરીરમાં પ્રવેશ કરે અને જ્યાથી તેનો નિકાસ થાય જેવા કે પગના તળિયા... 
 
3. એવુ પણ થઈ શકે છે કે વીજળી પડવાથી વ્યક્તિના હાડકા તૂટી ગયા હોય કે તેને સંભળાવવુ કે દેખાવવુ બંધ થઈ ગયુ હોય. તેની તપાસ કરો. 
 
4. વીજળી પડયા પછી તરત બહાર ન નીકળશો. મોટાભાગના મોત તોફાન ગયા પછીના 30 મિનિટ પછી વીજળી પડવાથી થાય છે. 
 
5. જો વાદળ ગરજી રહ્યા હોય અને તમારા રૂંવાટા  ઉભા થઈ રહ્યા હોય તો આ વાતનો સંકેત છે કે વીજળી પડી શકે છે. આવામાં નીચાવળીને પગના બળે બેસી જાવ. તમારા હાથ ઘૂંટણ પર મુકી દો અને માથુ બંને ઘૂંટણ વચ્ચે. આ મુદ્રાને કારણે તમારો જમીન સાથે ઓછામાં ઓછો સંપર્ક થશે. 
 
5. છતરી કે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો. ઘાતુ દ્વારા વીજળી તમારા શરીરમાં ઘુસી શકે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયુ છે કે કેવી રીતે 15 વર્ષની એક બાળકી પર વીજળી પડી ગઈ હતી જ્યારે તે મોબાઈલનો ઉપયોગ કરી રહી હતી.  તેને હાર્ટએટેક પડ્યો હતો. 
 
6. આ એક મિથક છે કે વીજળી એક જ સ્થાન પર બે વાર નથી પડતી. 

વેબદુનિયા પર વાંચો