દેશના નવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શપથ ગ્રહણ કરી દેશની ભાગદોડ સાચવવા જઈ રહ્યા છે. આ સમારંભમાં દેશ જ નહી વિદેશોમાંથી પણ મહેમાનો આવી પહોંચ્યા છે આ મહેમાનોના આગતા સ્વાગતતા માટે રાષ્ટ્રપતિ ભવનમાં રાજાશાહી વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એક 'વિશેષ રાત્રિભોજ' નુ આયોજન રાખ્યુ છે જેમા ગુજરાતથી તમિલનાડુ સુધીના વ્યંજનોનો આનંદ ઉઠાવી શકાશે. રાત્રિભોજનની આયોજન યેલો ડ્રોઈંગ રૂમમાં કરવામાં આવશે. જેમા નવા પ્રધાનમંત્રી અને તેમની ટીમ પણ આવશે.
રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનોની ખાતીરદારીની પુરી જવાબદારી રાષ્ટ્રપતિના સુપુત્ર અને કોંગ્રેસ સાંસદ અભિજીત મુખર્જીએ સાચવી રાખી છે. સૂત્રોના મુજબ સમારંભમાં આવનારા મહેમાનોને વિવિધ પ્રકારના સ્વાદ ચાખવાની તક મળહ્સે. અહી પીરસવામાં આવનારા વ્યંજનોમાં વેજ, નોનવેજ, સીફૂડ, દેશી મીઠાઈઓનુ મિશ્રણ રહેશે. જે વિદેશી મહેમાન મિત્ર વિવિધ દેશોમાંથી આવ્યા છે તેમના દેશોની એ ક એક વાનગી મહેમાનો સમક્ષ પીરસવામાં આવશે. બીજી બાજુ આ ભોજન દરમિયાન ગુજરાતના કેલા મેથીનુ શાક, તમિલનાડુની 'ચિકન ચેટ્ટીનાદ' પંજાબની 'દાલ મખાની' અને બંગાળની 'પૌટોલ દોરમા' એવી રેસીપી પીરસવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવનથી રવાના થતી વખતે ગણમાન્ય હસ્તિયોને પાન ખવડાવીને વિદાય આપવામાં આવશે. પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ શ્રીલંકાના રાષ્ટ્ર્પતિ મહિંદા રાજપક્ષે અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ ભૂતાનના પ્રધાનમંત્રી ત્શેરિંગ તોબગે નેપાળના પ્રધાનમંત્રી સુશીલ કોઈરાલા અને માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમ શપથ ગ્રહણમાં જોડાનારા દક્ષેશ દેશોના પ્રમુખ છે. બાગ્લાદેશની સ્પીકર શિરીન ચૌધરી પ્રધાનમંત્રી શેખ હસીના વતી હાજરી આપશે. હસીના સોમવારે જાપાન પ્રવાસ પર છે. દક્ષેસ દેશો ઉપરાંત મોરિશંસના પ્રધાનમંત્રી નવીન રામગુલામ પણ શપથ ગ્રહણમાં હાજરી આપી રહ્યા છે.