Live : ગાંધીબાપૂને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ વાજપેયીના આશીર્વાદ લીધા

સોમવાર, 26 મે 2014 (09:43 IST)
નરેન્દ્ર મોદી જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે. રાષ્ટ્રપતિ ભવનના વિશાળ મેદાનમાં આજે યાદગાર ક્ષણોના સાક્ષી રહેશે. નરેન્દ્ર મોદી સેકડો દેશી વિદેશી મહેમાનોની હાજરીમાં દેશના 15માં પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. 
 
આ ઐતિહાસિક દિવસની શરૂઆત નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને કરી. મોદી સવારે લગભગ  7.40 વાગ્યે ગુજરાત ભવનમાંથી નીકળ્યા. તેઓ લગભગ 8.00 વાગ્યે રાજઘાટ પહોંચ્યા અને બાપૂને નમન કર્યા. રાજઘાટ પર એ માટે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. મોદીની સાથે રાજઘાટ પર દિલ્હી બીજેપીના અનેક નેતાઓ હાજાર હતા. રાજઘાટ પર બાપૂને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મોદી સીધા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઘરે તેમને મળવા પહોંચી ગયા.  મોદીએ વાજપેયીના આશીર્વાદ લીધા. 
 
રાષ્ટ્રપતિ ભવનનુ શાનદાર આંગણ નવા પ્રધાનમંત્રીના સ્વાગત માટે સજાય ગયુ છે. બધી તૈયારીઓ લગભગ પુર્ણ થઈ ચુકી છે. સાંજે 6 વાગ્યે મોદી દેશના 15માં પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લેશે. 3 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેથી કોઈ ભૂલથી બચવા માટે જવાબદાર અધિકારી નક્કી કાર્યક્રમ મુજબ રિહર્સલ કરી રહ્યા છે. 
 
 
શપથ ગ્રહણ કાર્યક્રમ 
 
નરેન્દ્ર મોદી સાંજે 5.30 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન જશે 
શપથ ગ્રહણ કરવાનો કાર્યક્રમ 6 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. 
મોદીના શપથ ગ્રહણ બાદ સરકારમાં જોડાનારા મંત્રી શપથ લેશે. 
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એક રાત્રિભોજનુ આયોજન કરશે. જેમા મહેમાનોને ગુજરાતથી લઈને તમિલનાડુ સુધીના વ્યંજનોનો આનંદ ઉઠાવવાની તક મળશે. 
 

વેબદુનિયા પર વાંચો