હાર કબૂલ છે પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી - મોદી

શનિવાર, 19 એપ્રિલ 2014 (18:28 IST)
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિકાની રાજનીતિને નકારતા કહ્યુ કે ચૂંટણીમાં પરાજય સ્વીકાર છે, પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી.
 
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મોદીએ કહ્યુ કે જો તેઓ સત્તામાં આવશો તો જૂના કેસોનો નિકાલ કરીને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર રોકવાની બાબતને પ્રાથમિકતા આપશે. મોદીએ એમ પણ કહ્યુ કે જો તેમના વિરુધ્ધ કોઇ આરોપ લાગશે તો તેઓ તપાસ માટે તૈયાર રહેશે. સાથે જ મોદીએ કહ્યુ કે પરાજયનો સામનો કરવા તૈયાર છું, પણ ધર્મ અને વ્યક્તિત્વ આધારિત રાજનીતિ નહી કરૂ.
 
રાજનીતિમાં અપરાધીકરણ અંગે મોદીએ કહ્યુ કે સરકાર સુપ્રીમ કોર્ટને એક એવુ તંત્ર બનાવવા આગ્રહ કરશે, જેમા સાંસદો, ધારાસભ્યો સામે ચાલી રહેલા કેસોની ઝડપથી સુનાવણી થાય. મોદીએ કહ્યુ કે તેઓ કોઇ સમુદાયને વોટ માટે વિશેષ અપિલ નહી કરે. કેમ કે તેઓને દેશના 125 કરોડ લોકોની એકજૂથમાં વિશ્વાસ છે.

વેબદુનિયા પર વાંચો