લોકસભા ચૂંટણી : આજે 5માં તબક્કાનું મતદાન

ગુરુવાર, 17 એપ્રિલ 2014 (10:36 IST)
લોકસભા ચૂંટણીનાં પાંચમાં તબક્કામાં 12 રાજ્યોની 121 બેઠકો પર 17 એપ્રિલે મતદાન થશે. પાંચમાં તબક્કાનાં મતદાનમાં નંદન નીલેકણિ, મેનકા ગાંધી, એચડી દેવગૌડા, વીરપ્પા મોઇલી, શ્રીકાંત જેના, સુપ્રિયા સૂલે, જ્યોતિરાદિત્ય સિંધિયા, મીસા ભારતી સહિતનાં દિગ્ગજ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થશે.
 
પાંચમાં તબક્કામાં 121 લોકસભા બેઠકો પર કુલ 16.61 કરોડ મતદાતા છે. આ બેઠકો પૈસી કોંગ્રેસ પાસે 36 અને ભાજપ પાસે 40 બેઠકો છે.
 
આજે કર્ણાટકની 28, રાજસ્થાનની 20, મહારાષ્ટ્રની 19, ઉત્તર પ્રદેશની 11, ઓરિસ્સાની 11, મધ્યપ્રદેશની 10, બિહારની 7, ઝારખંડની 6, પશ્ચિમ બંગાળની 4, છત્તીસગઢની 3, જમ્મૂ કાશ્મીર અને મણિપુરની 1 -1 બેઠકો પર મતદાન થશે.
 
અગાઉનાં 4 તબક્કામાં અત્યારસુધી 111 બેઠકો પર મતદાન થઇ ચુક્યુ છે. આ પહેલા ચોથા તબક્કામાં 91 બેઠકો પર મતદાન થયુ હતુ.
 
કર્ણાટકની 28 લોકસભા બેઠકો પર હાલમાં ભાજપ પાસે 18, કોંગ્રેસ પાસે 8, અને જેડીએસ પાસે 1 બેઠક છે. જ્યારે મહારાષ્ટ્રની 19 બેઠકો પર મતદાન થશે. જેમાં સુશીલકુમાર શિંદે, અશોક ચવ્હાણ, ગોપીનાથ મુંડે, સુપ્રિયા સૂલે, નીલેશ રાણે સહિત દિગ્ગજ ઉમેદવારોનું ભાવી કાલે ઇવીએમમાં બંધ થશે.

વેબદુનિયા પર વાંચો