બાબા રામદેવે ચૂંટણીના માહોલમાં 23 માર્ચે શહિદ દિવસે રામલીલા મેદાનમાં યોગ મહોત્સવ તરીકે મનાવાનો નિર્ણય કર્યો છે. જેમાં બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બાબા રામદેવની યોગ શીબિરમાં રવિવારે યોગ કરતા જોવા મળશે. આ યોગ મહોતસ્વની શરૂઆત મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે.
રામદેવ છેલ્લા કેટલાક દિવસથી બીજેપીથી નારાજ જોવા મળી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની નારાજગીનુ કારણ એ હતુ કે પક્ષે રામદેવના કોઈ પણ સમર્થકને ટીકિટ આપી ન હતી. યોગ ગુરુ બાબા રામદેવે બીજેપીને તેમના 30 ઉમેદવારોનુ લીસ્ટ આપ્યુ છે પરંતુ પક્ષ દ્વારા કોઈને પણ ટીકિટ આપવામાં આવી નથી.