મોદીને લઈને મુસલમાનોનો ભય ખતમ થઈ જશે - અમિત શાહ

સોમવાર, 28 એપ્રિલ 2014 (10:57 IST)
મોદીના નિકટના અમિત શાહે કહ્યુ કે એકવાર મોદી પીએમ બની જાય ત્યારે તેમના વિશે મુસલમાનોની આશંકાઓ સમાપ્ત થઈ જશે. મોદીના ખૂબ જ નિકટના કહેવાતા અમિત શાહે આ આલોચનાઓને નકારી છે કે મોદીનુ કદ પાર્ટીથી મોટુ થઈ ગયુ છે.  તેમણે કહ્યુ કે મોદી અને પાર્ટી એકબીજાથી અલગ નથી. 
 
તેમણે કહ્યુ કે જો મોદી પીએમ બનશે તો કોઈએ ગભરાવવાની જરૂર નથી. જેવો ભ્રમ કોંગ્રેસ અને કેટલાક અન્ય દળ ફેલાવી રહ્યા છે. શાહે કહ્યુ જો મોદીજી પીએમ બનશે તો શાસનના પોતાના આધાર પર આ આશંકાઓનુ સમાધાન કાઢવામાં આવશે.  એ પહેલા આ શક્ય નથી. મીડિયામાં લાંબા સમયથી ચાલી રહેલ આ આશંકાઓ વધુ વિસ્તૃત થઈ ગઈ છે. 
 
શાહે કહ્યુ 'જ્યારે મોદીજી પીએમ બનશે તો તેમની અને તેમના સરકારના વ્યવ્હારના માધ્યમથી આવો ભય સમાપ્ત થઈ જશે. ' શાહે કહ્યુ કે વારાણસીની રેલીમાં અન્ય લોકોની સાથે મોટી સંખ્યામાં મુસલમાનોએ મોદીનુ ખુલા મનથી સ્વાગત કર્યુ અને તેમને માટે પાર્ટી પવિત્ર નગરના લોકોની આભારી છે. 
 
મોદી લહેર વિશે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ લહેર ભાજપા અને મોદી બંને માટે છે. મોદી લહેર અને ભાજપા લહેર આ મીડિયાની ઉપજ છે. તમે મોદી અને ભાજપાને અલગ નથી કરી શકતા. આપ તેમને કેવી રીતે અલગ કરી શકો છો. તેઓ પીએમ પદ માટે ભાજપા ઉમેદવાર છે. ભાજપાએ તેમને ચૂંટણીનુ નેતૃત્વ કરવા પસંદ કર્યા છે. 

વેબદુનિયા પર વાંચો