મોદીના હુમલાથી વિચલિત TMCએ મોદીને કસાઈ ગણાવ્યા

સોમવાર, 28 એપ્રિલ 2014 (10:35 IST)
. ચૂંટણી પંચની ચેતાવણી છતા અપમાનજનક નિવેદનોનો પ્રયાસ ચાલુ છે. ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળ પહોંચેલ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જ્રી પર જુબાની હુમલો કર્યો. જેનો જે અંદાજમાં તૃણમૂળ તરફથી જવાબ મળ્યો જેની કલ્પના કદાચ બીજેપીને નહી હોય. તૃણમૂળ સાંસદ ડેરેક ઓબ્રાયને મોદીને એક શ્વાસમાં જ અનેક વખત ગુજરાતના કસાઈ કહી નાખ્યા. 
 
બે મહિના સુધી મમતા વિરુદ્ધ નરમ વલણ અપનાવનરા મોદીએ ત્રણ અઠવાડિયામાં બીજી વાર બંગાળની મુખ્યમંત્રી પર નિશાન તાક્યુ. બંગાળમાં આયોજીત રેલીમાં મોદીએ શારદા ગોટાળાનો મુદ્દો ઉઠાવ્યો. આ ઉપરાંત મોદીએ મમતાની પેટિંગ્સની ઊંચી કિમંતને બહાને આકરા પ્રહારો કર્યા. અને અંતમા બીજેપી સરકાર બનશે તો બાગ્લાદેશી ઘુસપેઠીઓને ભગાડવાની ધમકી આપી નાખી.  
 
મોદીનુ આ વલણ TMCને પસંદ ન આવ્યુ. પછી ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયને મોદીને વારેઘડીએ ગુજરાતના કસાઈ ગણાવી માનહાનિ કરવા સુધીની ધમકી આપી. મોદીએ મમતા પર પશ્ચિમ બંગાળના લોકોના સપના તોડવાનો આરોપ લગાવ્યો તો તૃણમૂલે મોદી પર જવાબી હુમલો બોલ્યો. 
 

વેબદુનિયા પર વાંચો