પુણેમાં ઈવીએમની કમાલ, કોઈ પણ બટન દબાવો કોંગ્રેસની જ લાઈટ

ગુરુવાર, 17 એપ્રિલ 2014 (15:13 IST)
પૂણેમાં આજે એક મતદાન કેન્દ્ર પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા નાખવામાં આવેલા બધા જ મત કોંગ્રસની તરફ રૂપાંતર થવાને કારણે મતદારો હેરાન થઈ ગયા. આ ઘટના શામરાવ કાલામાડી શાળામાં તે વખતની છે જ્યારે ઈવીએમમાં કોઈ પણ બટન દબાવવા પર કોંગ્રેસની જ લાઈટ થઈ જતી હતી.
 
કેટલાક મતદારોએ આ બાબતની જાણકારી ચૂંટણી અધિકારીઓને આપી, ત્યારબાદ મતદાન તુરંત રોકવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મધુર સહશ્રબુદ્ધિએ કહ્યું કે ચૂંટણી અધિકારીએ તે મતદાન કેન્દ્રને માટે નવા ઈવીએમનો આદેશ આપ્યો છે જે જલ્દી જ આવી જશે.
 
ચૂંટણી અધિકારીએ આ બધા જ 28 મતદારો ફરીથી મતદાન કરવાની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. જેમણે પહેલા મતદાન કર્યું છે તે ફરી મતદાન કરશે.

વેબદુનિયા પર વાંચો