નરેન્દ્ર મોદી વડોદરામાં તા. ૯મીએ વાજતે ગાજતે ફોર્મ ભરશે

ગુરુવાર, 3 એપ્રિલ 2014 (11:24 IST)
P.R
વડોદરામાં ચૂંટણી ફોર્મ ભરવાની શરુાત થતા ચૂંટણીનો રાજકીય ગરમાવો શરુ થઇ ગયો છે. વડોદરામાં મુખ્ય પ્રધાન મોદી અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે મોદી વડોદરામાં તા. ૯મીએ અને મિસ્ત્રી તા.૫મીએ વાજતે ગાજતે ફોર્મ ભરશે.

મધ્ય ગુજરાતમાં લોકસભાની સમાવિષ્ટ ૬ બેઠક માટે ભાજપના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની તારીખો નકકી થઇ ગઇ છે. છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર તા.૪ના રોજ, દાહોદના અને પંચમહાલના ઉમેદવાર તા.૭ના રોજ તથા વડોદરામાં મોદી તા.૯ના રોજ પોતાનું ફોર્મ ભરશે મોદી ફોર્મ ભરવા જશે ત્યારે મોટી સંખ્યામાં મેદની એકત્રિત થશે અને વાજતે ગાજતે રેલી સ્વરૃપે ફોર્મ ભરવા જશે જો કે આ માટેનો કાર્યક્રમ એક બે દિવસમાં તૈયાર થઇ જશ તેમ જાણવા મળ્યું છે.

મોદી ફોર્મ ભરવા જશે ભાજપના પ્રદશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ, મંત્રીઓ અને પ્રદેશને આગેવાનો હાજર રહેશે. મધુસુદન મિસ્ત્રી તા.૫ના રોજ કોંગ્રેસના કાર્યાલયથી રેલી સ્વરૃપે ફોર્મ ભરવા જશે તેમ જાણવા મળ્યું છે. દરમિયાન તા.૩ના રોજ ભાજપના સ્થાપના દિને કમળ વિજયોત્સવ ઉજવણીમાં બુથ પ્રમુખનું સંમેલન યોજાશે. સયાજીરાવ સભાગૃહમાં સાંજે પાંચ વાગે આ સંમેલન યોજાશે. દરમિયાન વાઘોડિયા વિસ્તારમાં જિલ્લા પંચાયતની સીટ દીઠ મહિલા સંમેલનોના ભાગરુપે ૨૦૦ મહિલાઓએ કમળ વિજય યાત્રામાં મહેંદી માટે પોતાનો ઉત્સાહ પ્રગટ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો