નરેન્દ્ર મોદીએ શક્યત ઉમેદવારોને ચા પીવા બોલાવ્યા

સોમવાર, 26 મે 2014 (09:50 IST)
. નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કોણ કોણ જોડાઈ રહ્યુ છે. તેના પર સસપેંસ હજુ કાયમ છે. આ દરમિયાન જાણવા મળ્યુ છે કે નરેન્દ્ર મોદીની કેબિનેટના મિનિસ્ટર્સની લિસ્ટ રાષ્ટ્રપતિ ભવનમાં મોકલી આપવામાં આવી છે. આ લિસ્ટ મુજબ 18 કેબિનેટ રેંકના અને 16 મિનિસ્ટર્સ ઓફ સ્ટેટના શપથ લેવાની શક્યતા છે. સૂત્રોનુ માનીએ તો જે લોકોને મોદીએ સોમવારે પોતાની ત્યા ચા પીવા બોલાવ્યા ક હ્હે. તેમનુ મંત્રી બનવુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે. 
 
સોમવારની સવારે નરેન્દ્ર મોદીને મળવા ગુજરાત પહોંચનારાઓમાં બીજેપી અને એનડીએના અનેક દિગ્ગજોનો સમાવેશ છે. તેમને શક્યત મંત્રી માનવામાં આવી રહ્યા છે. ગુજરાત ભવન પહોંચનારા રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, નિર્મલા સીતારમન, ધર્મેન્દ્ર પ્રધાન, ઉમા ભારતી, ગોપીનાથ મુંડે, રામ વિલાસ પાસવાન, અનંત કુમાર, અનંત ગીતે, પિયૂષ ગોયલ, નઝમા હેપતુલ્લાનો સમાવેશ છે. આ ઉપરાંત મોદીએ અહી પહોંચનારાઓમાં સંતોષ ગંગવર, ઉપેન્દ્ર કુશવાહ, અશોક ગણપતિ, રાજૂ, ડો. હર્ષવર્ધન, ડો. જીતેન્દ્ર સિંહ, મેનકા ગાંધી, જનરલ વી.કે સિંહ, અને વૈકિયા નાયડૂનો પણ સમાવેશ છે. જાણવા મળ્યુ છે કે દિલ્હીથી બહાર હોવાને કારણે સ્મૃતિ ઈરાની 12 વાગ્યા પછી મોદીને મળવા ગુજરાત ભવન પહોંચવાની છે. 
 
સૂત્રોનુ માનીએ તો બધા લોકો જે મોદીને મળવા પહોંચ્યા છે તેમને મંત્રી બનાવી શકાય છે. એવુ જાણવા મળી રહ્યુ છે કે નરેન્દ્ર મોદીએ  લિસ્ટને પોતાના સુધી સિમિત મુકીને લોબીઈંગને નજર અંદાજ કરવામાં સફળ રહ્યા. 
 
જેમા અનેક એવા નામ છે જેમને લઈને અટકળો લગાવાય રહી હતી  પણ તેઓ મોદીની ટી પાર્ટીમાં જોવા ન મળ્યા. જેમા રાજીવ પ્રતાત રૂડી અનુરાગ ઠાકુર કલરાજ મિશ્ર જેવા અનેક નામ છે. આ ઉપરાંત ડો. મુરલી મનોહર જોશીની ગેરહાજરીથી પણ સાબિત થાય છે કે તેઓ નરેન્દ્ર મોદીની સરકારનો ભાગ નહી બને. 
 
જો કે અત્યાર સુધી આ નક્કી નથી કે કયા મંત્રીને કયુ મંત્રાલય સોંપવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો