જો વોટિંગ કરતો ફોટો પાડશો તો 3 મહિના માટે જેલભેગા થવુ પડશે

બુધવાર, 16 એપ્રિલ 2014 (15:10 IST)
. ઈલેક્શન કમિશને એક એવી ચેતવણી આપી છે કે જે નવા વોટર્સ બનેલા યંગસ્ટર્સે ખાસ યાદ રાખવા જેવી છે.  વોટિંગ બૂથમાં મત નાખ્યા પછી મોબાઈલ કે બીજા કેમેરાથી ફોટો પાડનારને ત્રણ મહિનાની જેલની સજા થઈ શકે છે. 
 
ઈલેક્શન કમિશનના સૂત્રો જણાવે છે કે મતદાન કરતા સમયે શોખીનો પોલિંગ બુથમાં પોતે મતદાન કરી રહ્યા છે તેવો ફોટો પાડે છે અને પછી તેને સોશિયલ સાઈડ પર અપલોડ કરે છે. કમિશનની ગાઈડલાઈન પ્રમાણે આવી રીતે ફોટો પાડવો ગેરકાનુની ગણાય છે. ભારતના ચૂંટણીના કાયદા પ્રમાણે આવી રીતે ફોટો પાડનારને ત્રણ મહિનાની કેદની સજા થઈ શકે છે. 
 
કમિશને એમ પણ જણાવ્યુ છે કે મતદાન સમયે મોબાઈલ વોટિંગ બુથની બહાર આપી દેવો.  ગત વિધાનસભાની ચૂંટ્ણીઓમા એવુ સામે આવ્યુ હતુ કે કેટલાક શોખીને ખાસ કરીને યંગસ્ટર્સે મતદાન કરતા સેલ્ફી પાડીને સોશિયલ સાઈડ પર અપલોડ કર્યા હતા. 
 
જો કે ચૂંટણી પંચે એ પણ ચોખવટ કરી છે કે મતદાન મથકની બહાર પોતે મત આપ્યો છે એવા ફોટા લઈ શકાય છે. મત આપતી વખતે આંગળી પર થતા શાહીના માર્કનો ફોટો લઈ શકાય છે. પણ ચોક્કસ મતદાન મથકની બહાર નીકળીને જ આવા ફોટાની પરમિશન અપાઈ છે.  

વેબદુનિયા પર વાંચો