ઉંમર વિવાદ મામલે યુપીએ સરકાર સામે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ચૂકેલા પૂર્વ સેના પ્રમુખ અધ્યક્ષ જનરલ વીકે સિહે આજે ભાજપમાં જોડાયા છે. આ અગાઉ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ,પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહ અને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ વચ્ચે ચાર વખત મુલાકાતો થઈ હતી.જેથી પ્રબળ શક્યતાઓ મનાઈ રહી હતી વી.કે સિંહ ભાજપમાં જોડાશે.
મળતી માહિતી મુજબ, જનરલ વીકે સિંહ લોકસભાની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી શકે છે જે માટે તેઓ હરિયાણા કે રાજસ્થાનથી ચૂંટણી લડી શકે છે.
જોકે અગાઉથી જ વીકે સિંહ કહેતા આવ્યાં છેકે ભાજપ રાષ્ટ્ર હિતકારી પાર્ટી છે અને એક સૈનિક તરીકે ફરજ બજાવીને દેશની 42 વર્ષો સુધી સેવા કરી છે હવે તે પાર્ટી સાથે જોડાઈને દેશની સેવા કરવા માંગે છે.
વીકે સિંહ આ પહેલા હરિયાળામાં નરેન્દ્ર મોદીની રેલીમાં મંચ પર દેખાયા હતા. ત્યારથી તેઓ ભાજપમાં જોડાશે તે પ્રકારની અટકળો શરૂ થઈ હતી.