ચૂંટણી પંચે 240 કરોડ રૂપિયા 1.32 લીટર દારૂ અને 104 કિ. હેરોઈન જપ્ત કર્યુ

બુધવાર, 23 એપ્રિલ 2014 (15:15 IST)
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા મતદાતાઓને લલચાવવા માટે કાળા નાણા અને અન્ય સાધનોનો ઉપયોગ અટકાવવા માટે ચૂંટણી પંચનાં પ્રયત્નોને સફળતા મળી રહી છે. અત્યાર સુધી ચૂંટણી પંચની ટીમે દેશભરમાંથી 240 કરોડ રૂપિયા કેશ, દારૂનો વિપુલ જથ્થો અને ડ્રગ્સ જપ્ત કર્યુ છે.
 
ચૂંટણી પંચે જાહેર કરેવા આંકડા મુજબ 240 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 102 કરોડ રૂપિયા આંધ્ર પ્રદેશમાંથી, 39 કરોડ રૂપિયા તમિલનાડુ, 20.53 કરોડ રૂપિયા કર્ણાટકમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કહ્યુ કે વિવિધ એન્જસીઓ દ્વારા 1.32 કરોડ લીટર દારૂ અને 104 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યુ છે.
 
ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ રોકવા માટે ચૂંટણી પંચે કેન્દ્રિય રાજસ્વ સેવાઓ, જેમ કે ઇનકમ ટેક્સ, સીમા શુલ્ક, ઉત્પાદ શુલ્ક જેવા વિભાગોમાંથી અધિકારીઓને ચૂંટણી ક્ષેત્રોમાં તૈનાત કર્યા છે.

વેબદુનિયા પર વાંચો