ગુજરાતના ઈલેકસનમાં ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષો પર એક નજર

સોમવાર, 21 એપ્રિલ 2014 (14:18 IST)
વિશ્વ ફલક પર દેશની 2014ની લોકસભાની ચૂંટણી પર વિશ્વની નજર બંધાઈ ચૂકી છે. ખાસ તો એ છે કે સત્તાની દોર હાથમાં લેતાવેત જ અનેક નામ-અપમાન સાથે સતત ચર્ચામાં રહેલા ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીનું કેન્દ્ર બિંદુ ગુજરાત બન્યું છે. 
 
જો કે આ મુખ્ય લડાઈ કોંગ્રેસ અને ભાજપની છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે ગુજરાતના વિકાસ મોડલ અને તેને લગતા મુદ્દાઓ લઈને નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે ગુજરાતમાં 41 જેટલા નાના પક્ષોના 48 ઉમેદવારોએ પણ આ ચૂંટણીની લડતમાં જોડાયા છે. આ પક્ષોના નામ પણ જાણવા જેવા છે.. અપના દેશ પાર્ટી, નેશનલ યુથ પાર્ટી, યુવા સરકાર, આદિવાસી સેના પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ, બહુજન મુક્તિ પાર્ટી, બહુજન સુરક્ષાદળ, બહુજન મુક્તિ દળ, વિશ્વ હિંદુ સંગઠન, લોકતાંત્રિક સમાજવાદી પાર્ટી, હિન્દુસ્તાન નિર્માણ દળ, હિન્દુસ્તાન જનતા પાર્ટી વગેરે... વગેર... આમાંથી બહુજન મુક્તિ પાર્ટીએ 13 લોકસભાની સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિશ્વ હિંદુસ્તાની સંગઠન-3, અપના દેશ-3, ભારતીય નેશનલ જનતા પાર્ટી-4, હિંદુસ્તાન નિર્માણ દળ -3, હિંદુસ્તાન જનતા પાર્ટી-3 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 

વેબદુનિયા પર વાંચો