અમેઠી લોકસભા સીટ : કોંગ્રેસના 'શહજાદે' વિરુદ્ધ લડશે બીજેપીની ટેલિવિઝન 'વહુ'

મંગળવાર, 1 એપ્રિલ 2014 (12:35 IST)
P.R
યૂપીની અમેઠી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ બીજેપીએ ટેલીવિઝનની વહુ સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી છે. આ નિર્ણય બાદ અમેઠીની લડાઈ ખૂબ જ રસપ્રદ થઈ જશે. વીઆઈપી સીટ બની ચુકેલી અમેઠીથી સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી અને કુમાર વિશ્વાસ ચૂંટણી લડશે.

મંગળવારે દિલ્હીમાં થયેલ બીજેપીની ચૂંટણી અભિયાન સમિતિની બેઠકમાં પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ હાજર હતા. અમેઠી ઉપરાંત રાયબરેલી સીટ પરથી સુપ્રીમ કોર્ટમાં વકીલ અજય અગ્રવાલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પહેલા આ સીટ પરથી ઉમા ભારતીને ટિકિટ આપવાની ચર્ચા હતી. એ ઉપરાંત બાંદ્રા સીટ પરથી ભૈરો પ્રસાદ મિશ્રને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

અમેઠીથી ટિકિટ મળવાની ચર્ચા બાદ સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે હુ ખૂબ ખુશ છુ કે પાર્ટીએ મને અમેઠીથી લડવાની તક આપી. આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે અને તેમણે રાહુલ વિરુદ્ધ 'મૉક કેંડિડેટ' ઉતાર્યો છે. અમે જોરદાર ટક્કર આપવા ઉપરાંત ચૂંટણી પણ જીતી બતાવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાની નાના પડદાં પરની જાણીતી અભિનેત્રી રહી છે. 2003માં તે બીજેપી સાથે જોડાઈ હતી. 2004માં તેણે દિલ્હીની ચાંદની ચોક લોકસભા સીટ પરથી કપિલ સિબ્બલ વિરુદ્ધ ચૂંટણી લડી હતી, પણ હારી ગઈ હતી. સન 2010માં તેણે મોટુ પ્રમોશન મળ્યુ જ્યારે તેણે પાર્ટીની રાષ્ટ્રીય સચિવ બનાવી દેવામાં આવી. પાછળથી તેણે બીજેપી મહિલા મોરચાની કમાન સાચવી અને પાર્ટીના મુખ્ય મહિલા ચહેરાઓમાં જાણીતી થવા માંડી. 2011માં પાર્ટીએ તેમને રાજ્યસભાના રસ્તે સંસદમાં મોકલી.

વેબદુનિયા પર વાંચો