ગણેશ ચતુર્થી આવવાની તૈયારીમાં છે તો આવામાં તમે ગણપતિ દાદાને પ્રસાદ ધરાવવા માટે અવનવી ડિશ બનાવવાનું વિચારી રહ્યાં હશો. તમે જાણતા જ હશો કે ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે, તો વધુ કંઇ વિચારવામાં સમય પસાર કરવા કરતા તેમને પ્રિય મોદક જ બનાવી દો. પણ હા આ વખતે સામાન્ય મોદક ન બનાવતા તેમના માટે બનાવો મગની દાળના મોદક.
સામગ્રી - 2 કપ મગની દાળ, 50 ગ્રામ ગોળ, 1 ચમચી ઇલાયચી દાણા, 2 ચમચી ખાંડ(દળેલી) 1 કપ દૂધ, 1 ચમચી મીઠું, 3 કપ ચોખાનો લોટ, 4 કપ પાણી.