23 સપ્ટેમ્બર ગણેશ વિસર્જન - આ શુભ મુહૂર્ત પર ગણપતિ બાપ્પા "અગલે બરસ તુ જલ્દી આ".ની ગૂંજ સાથે લેશે વિદાય ..

શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (17:33 IST)
ગણેશ ચતુર્થીના અવસર પર ખૂબ રોનક જોવા મળે છે. મુંબઈ શહેરમાં ગણેશ ચતુર્થીના ઉત્સવ પર સજાનારા બાપ્પાના પંડાલ આખા દેશમાં જાણીતા છે. બોલીવુડથી લઈને સામાન્ય લોકો બહ્દા જ બાપ્પાની મૂર્તિ વાજતે ગાજતે ઘરે લાવે છે અને પછી યથાશક્તિ ગણપતિનુ દોઢ દિવસથી લઈને પાંચ, સાત કે પછી નવ દિવસ સુધી ઘરમાં મુક્યા પછી દસમાં દિવસે તેમનુ વિસર્જન કરે છે. 
 
આ શુભ મુહૂર્ત પર બાપ્પા લેશે વિદાય 
 
ધૂમધામથી શરૂ થયેલ ગણેશ ચતુર્થીનો તહેવાર 23 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દર્શીના મૌકા પર બાપ્પાની વિદાય સાથે સંપન્ન થશે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવાર ગણપતિ વિસર્જન પર ખતમ થાય છે. આ દિવસે અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવાય છે. ભાદ્રપદ શુક્લ ચતુર્દશીના દિવસે અનંત ચતુર્દશી કે અનંત ચૌદસના રૂપમાં ઉજવાય છે. 
 
ગણેશ વિસર્જન 2018 સમય તિથિ અને શુભ મુહૂર્ત 
 
13 સપ્ટેમ્બરથી શરૂ થયેલ ગણેશોત્સવમાં લોકો  3, 5, 7  દિવસ માટે બાપ્પાની સ્થાપના કરે છે અને ચતુર્દશીના દિવસે બધા ગણપતિ પ્રતિમાઓનુ વિસર્જન થાય છે. અનંત ચતુર્દશી  પર ગણેશ વિસર્જન સવારે 8 વાગ્યાથી 12 વાગીને 30 મિનિટ સુધી, બપોરે 2 વાગ્યાથી 3.30 વાત્યા સુધી કરવામાં આવશે. આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. બીજી બાજુ કેટલાક લોકો આ દિવસે ઘરમાં સત્યનારાયનની કથા પણ કરાવે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર