Mahatma Gandhi Family: મહાત્મા ગાંધીનો પરિવાર, હવે કોણ કયા, શુ કરી રહ્યા છે, જાણો સંપૂર્ણ ફેમિલી ટ્રી

ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (20:17 IST)
Mahatma Gandhi Family: ગાંધી જયંતિ પ્રસંગે  લોકો મહાત્મા ગાંધીને યાદ કરે છે, તેમને નમન કરે છે, તેમના ઉપદેશોને અનુસરવાની વાત કરે છે, પરંતુ આજે આ પ્રસંગે અમે તમને એક અલગ બાજુ બતાવી રહ્યા છે.  આ છે બાપુના પરિવારના વિશે.  મહાત્મા ગાંધીના બાળકોથી આગળ વધેલો પરિવાર જાણો હવે કોણ ક્યા છે ? 
 
ગાંધીજી અને કસ્તુરબાને ચાર પુત્ર હતા. હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ. તેમને કોઈ પુત્રી નહોતી. હવે આ બાળકોની આગળ પરિવારને જાણો.
 
હરિલાલ ગાંધી
ગાંધીનો મોટો દીકરો. 1888 માં જન્મ અને 1948 માં અવસાન થયું. હરિલાલનાં લગ્ન ગુલાબબેન સાથે થયાં હતાં, તેમને પાંચ પુત્રો હતાં, જેમાં બે પુત્રી, રાની અને મનુ અને ત્રણ પુત્રો કાંતિલાલ, રસિકલાલ અને શાંતિલાલ હતાં. રસિકલાલ અને શાંતિલાલનું નાની ઉંમરે અવસાન થયું. હરિલાલને 4 પૌત્રો છે. અનુશ્રેય, પ્રબોધ, નીલમ અને નવમલિકા.
 
મણીલાલ ગાંધી
ગાંધીનો બીજો પુત્ર. સુશીલાબેન સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સીતા, ઇલા અને અરૂણ.
 
રામદાસ ગાંધી
ત્રીજો પુત્ર રામદાસ, જેના લગ્ન નિર્મલા સાથે થયા. ત્રણ બાળકો સુમિત્રા ગાંધી, કનુ ગાંધી અને ઉષા ગાંધી.
 
દેવદાસ ગાંઠી
સૌથી નાનો પુત્ર દેવદાસ ગાંધી. સી. રાજગોપાલાચારી પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા. બંનેને 4 બાળકો રાજમોહન, ગોપાલ કૃષ્ણ, રામચંદ્ર અને તારા હતાં.
 
પૌત્ર-પૌત્રીઓએ  વિદેશમાં નામ કમાવ્યા
 
રામચંદ્રની પુત્રી લીલા ગાંધી બ્રાઉન યુનિવર્સિટી, શિકાગો યુનિવર્સિટી અને લા ટ્રોબ યુનિવર્સિટીમાં ભણાવી ચુકી છે. મનીલાલ ગાંધીની પુત્રી ઇલા શાંતિ દક્ષિણ આફ્રિકામાં સાંસદ રહી ચૂકી છે. હરિલાલના પુત્ર શાંતિ ગાંધીએ અમેરિકામાં કાર્ડિયોવાસ્કુલના રૂપમાં કામ કરી ચુક્યા છે. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધી. નિવૃત્ત આઈ.એસ. ઓફિસર. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર