. ચાર વર્ષ પહેલા ગ્રુપ ચરણમાંથી બહાર થનારી અર્જેંટીનાની ટીમ 1978 વિશ્વ કપમાં ચેમ્પિયન બનીને સામે આવી. આ તેમનો પ્રથમ ખિતાબ હતો. ઘરમાં આયોજીત ફુટબોલના આ મહાકુંભમાં અર્જેંટીનાએ પહેલીવાર વિશ્વ ચેમ્પિયન બનવાનુ ગૌરવ મેળવ્યુ હતુ આ ખિતાબી જીત સાથે જ અર્જેંટીના એવો પાંચમો દેશ બની ગયો જેને પોતાના ઘરમાં વિશ્વકપ પર કબજો જમાવ્યો. આ પહેલા એ કમાલ ઉરુગ્વે, ઈટલી, બ્રાઝીલ અને વેસ્ટ જર્મનીએ કર્યો હતો. રીવર પ્લેટમાં રમાયેલ ફાઈનલમાં અર્જેંટીનાએ નીધરલેંડ્સને 3-1થી હરાવીને ખિતાબ જીત્યો. બ્રાઝીલ ત્રીજી અને પૂર્વ ચેમ્પિયન વેસ્ટ જર્મનીએ ચોથુ સ્થાન મેળવ્યુ.
મારિયો કેંપેસને ગોલ્ડન બૂટ
અર્જેંટીનાને ખિતાબ અપાવનારા તેના સ્ટાર ખેલાડી મારિયો કેંપેસનુ મહત્વનુ યોગદાન રહ્યુ જેણે ટૂર્નામેંટમાં સર્વાધિક ગોલ કર્યો. કેંપેસના આ પ્રદર્શનને કારણે તેમણે ગોલ્ડન બૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ઈટલીના એંટોનિયો કૈબ્રિનીને સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા.
એશિયાઈ ફુટબોલના અગ્રણી દેશના રૂપમાં ઈરાને પ્રથમવાર વિશ્વકપમાં પ્રવેશ મેળવ્યો. ગ્રુપ ચરણમાંથી ટુર્નામેંટમાંથી બહાર થનારી ઈરાનની ટીમે ત્રણ મુકાબલા રમ્યા. જેમા બે માં હાર મળી અને એક ડ્રોથી તેમને સંતોષ કરવો પડ્યો. ઈરાનની જેમ આફ્રિકન જોનમાંથી એકમાત્ર ટીમના રૂપમાં ટ્યૂનિશિયાએ પણ વિશ્વકપમાં પહેલીવાર રમવાની પાત્રતા મેળવી. તેણે પોતાના ત્રણ મુકાબલામાંથી એકમાં જીત એકમાં હાર મેળવી. જ્યારે કે એક મુકાબલો ડ્રો રહ્યો.
સેનાએ કર્યો તખ્તાપલટ
અર્જેંટીનામાં 1978 વિશ્વ કપ પહેલા જ અનેક પ્રકારના વિવાદોએ જન્મ લીધો. વિશ્વકપના આયોજનના બે વર્ષ પહેલા જ સેનાએ તખ્તાપલટ કરતા શાસનની બાગડોર પોતાના હાથમા લીધી. સપ્ટેમ્બર 1977માં તત્કાલિન આંતરિક મંત્રી જનરલ અલ્બાનોએ 5618 લોકોના ગાયબ થવાની સૂચના આપી. જેનાથી દેશમાં હડકંપ મચી ગયો. આ ઉપરાંત અર્જેંટીના પર પોતાના હિસાબથી વિશ્વકપના કાર્યક્રમમાં ફેરફારનો આરોપ લગાવ્યો.