ફેંગશુઈ ટિપ્સ : ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે આવશે...
P.R
* ઘરની નિયમિત રીતે સાફ સફાઈ ન થવાને લીધે દિવાલો અને સામાન પર ધૂળ અને માટી જામી જાય છે જેના દ્વારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.
* આજકાલ દિવાળી, લગ્ન, જન્મદિવસ વગેરે જેવા અવસરો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ ભેટમાં આપવાનું ચલણ છે. ભગવાનની મૂર્તિ ઉપહાર સ્વરૂપે આપવી અને તેને ઘરમાં શોના રૂપમાં સજાવવી તે ખોટી બાબત છે.
* બાળકોના જુના રમકડાઓની પણ નિયમિત રૂપે સાફસફાઈ થવી જરૂરી છે. આ તુટેલા અને જુના રમકડાઓમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે જેને વાસ્તુની ભાષામાં નકારાત્મક તત્વ કહેવામાં આવે છે.
* ઘરમાં તુટેલો અને નકામો સામાન ન રાખવો. ખાસ કરીને બંધ પડી ગયેલી ઘડિયાળ અને તુટી ગયેલી મૂર્તિઓ ક્યારેય પણ ઘરમાં ન રાખશો.