આ ફેંગશુઈ ટિપ્સ અપનાવશો તો તમારુ પર્સ રહેશે માલામાલ
શુક્રવાર, 9 જાન્યુઆરી 2015 (15:53 IST)
ચાઈનીજ જ્ઞાન ફેંગશુઈના સિદ્ધાંતોનું પાલના કરવામાં આવે તો આ તમારા પર્સને પણ માલામાલ રાખી શકે છે. જો તમારા પાસે કોઈ સકારાત્મક ઉર્જા હશે તો તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર થશે. ફેંગશુઈ મુજબ સકારાત્મક ઉર્જા વધારવા માટેની ખાસ ટિપ્સ જાણો
* કોઈ ચૂકવવાની બાકી રહેલ બિલ કે તેની સાથે સંબંધિત કોઈ રસીદ પર્સની અંદર ન રાખશો.
* પર્સ ખરીદો તો તેનો કલર વધારે લાઈટ ન લેવો. પર્સમાં જો લાંબા સમયથી કોઈ નોટ રાખી હોય તો તેને બદલી નાખો.
* પર્સમાં રહેલ નકામી વસ્તુઓને હટાવી દો . કારણકે આ બધી વસ્તુઓ પર્સમાં નેગેટિવ એનર્જીનો સંચાર કરે છે.
* ખાવાની વસ્તુઓ જેમ કે ચાકલેટ ,બિસ્કિટ વગેરે પણ પર્સમાં રાખવાથી બચવું . દવા પણ ન રાખવી જોઈએ.