ચીની વિદ્યા ફેગશુઈમાં આમ તો અનેક ગેઝેટ પ્રચલિત છે. પણ ગાયને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યુ છે. ફેંગશુઈનુ પણ કામ પણ માનવુ છે કે ગાય કામઘેનુ મતલબ કામના પૂર્તિ કરનારી અને માનસિક શાંતિ આપે છે. એવુ માનવામાં આવે છે કે પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહેલ ગાયનુ પ્રતીકના રૂપમાં ઘરને સ્થાપિત કરવાથી ફક્ત ને ફક્ત યોગ્ય સંતાનની જ પ્રાપ્તિ થાય છે. પણ એવી સંતાન કે જેને ક્યારેય ધનનો અભાવ નથી થતો. ફેગશુઈમાં ગાયના મહત્વને લગભગ એ જ રીતે સ્વીકાર્યુ છે. જે રીતે હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં. હિન્દુ માન્યતા મુજબ ગાયમાં 33 કોટિ દેવી દેવતાઓનો વાસ માંનવામાં આવે છે. વાસ્તુ વિશેષજ્ઞ મુજબ જાણો ફેગશુઈમાં ગાયને સ્થાપિત કરવાના લાભ
માનસિક શાંતિમાં પણ કરે છે મદદ
આજનો મનુષ્ય અતિ મહત્વાકાંક્ષી છે જેના સપના પુરા ન થતા તે અશાંત અને વ્યાકુળ થઈ જાય છે. આવા વ્યક્તિઓને માનસિક શાંતિ માટે ફેગશુઈ ગાયને ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. આ ગેઝેટ માનસિક શાંતિ પ્રદાન કરવા ઉપરાંત આપણી યોગ્ય ઈચ્છાઓને પૂરી કરવામાં મદદરૂપ પણ થાય છે. મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે. આવા ઘરમાં દક્ષિણ પૂર્વમા સ્થાપિત કરવા જોઈએ. તેને તસ્વીરના રૂપમાં પણ દિવાલ પર લગવી શકાય છે.