સૂરણનું છીણ

સામગ્રી -સૂરણ 500 ગ્રામ, સીંગદાણોનો ભૂકો અડધો કપ, લીલા મરચા 6-7, સમારેલા ધાણા અડધો કપ, લીંબૂનો રસ બે ચમચી, ખાંડ એક ચમચી, મીઠુ સ્વાદ મુજબ, બે મોટી ચમચી તેલ,જીરુ.

બનાવવાની રીત - સૌ પ્રથમ સૂરણના છોલટા કાઢી લો. હવે સૂરણને ધોઈને તેને છીણી લો. કઢાઈમાં તેલ તપાવી તેમાં જીરુ અને લીલા મરચાં તતડાવો. હવે છીણેલુ સૂરણ નાખી સેકો. પાંચ મિનિટ પછી તેમા સીંગદાણાનો ભૂકો, ખાંડ, મીઠુ અને લીંબુનો રસ નાખી ધીમા તાપ પર ઢાંકી મૂકો.

સૂરણ ચઢી જાય પછી સમારેલી કોથમીર ભભરાવી ગરમા ગરમ પીરસો.

(સૂરણથી ખંજવાળ આવે છે તેથી સૂરણ હાથમાં લેતા પહેલા હાથમાં તેલ લગાવી લો.)

વેબદુનિયા પર વાંચો