દલપતરામ

દિપક ખંડાગલે

રવિવાર, 3 જૂન 2007 (10:04 IST)
કવિ દલપતરામનો જન્મ 21-1-1820ના રોજ વઢવાણ ગામે થયો હતો. તેમના પિતાનુ નામ ડાહ્યાભાઇ હતુ.અને પુત્રનુ નામ નાનાલાલ કવિ હતુ.

કવિ દલપતરામે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમજ સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમને કવિતા, નિબંધ, નાટક વગેરેમાં પોતાની કલમ ચલાવી હતી.

કવિ દલપતરામની મુખ્ય કૃતિમાં મિથ્યા અભિમાન, ભૂત નિબંધ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ સુધારાયુગના મહાન કવિ ગણવામાં આવે છે. તેમનું મિથ્યાઅભિમાન નાટક ખૂબ જ લોકપ્રિય બન્યુ હતુ. તેમાં તેમણે સમાજમાં મોટાપણાના દંભ જેવા દૂષણોને પ્રગટ કર્યા હતા.

તેઓ બુધ્ધીપ્રકાશના તંત્રી તરીકે પણ રહ્યા હતા. અર્વાચીન ગુજરાતી ભાષાના વિકાસમાં તેમને મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ફાર્બસસાહેબ અને દલપતરામ સારા મિત્રો હતા. તેમને ફાર્બસસાહેબને અનુલક્ષીને ફાર્બસ વિરહ નામની રચના રચી હતી.

સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.

આ રચના તેમની ખૂબ જ પ્રખ્યાત થયેલી.

25 -3-1898 ના રોજ અમદાવાદ ખાતે તેઓ મૃત્યુ પામ્યાં.

વેબદુનિયા પર વાંચો