મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સતત બીજીવાર સરકાર બનાવી ઇતિહાસ રચનાર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે સાંજે એક મોટા સમારંભમાં મુખ્યમંત્રીના શપથ લેશે.
રાજ્યપાલ ડો. બલરામ ઝાખડ ચૌહાણને આજે સાંજે ચાર વાગે જંબુરી મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી પદની શપથ લેવડાવશે. આ સમારોહમાં શિવરાજસિંહ ચૌહાણ એકલા જ શપથ લેવાશે. મંત્રીમંડળની રચના કરવાની હજું બાકી છે.
સમારોહમાં ભાગ લેવા માટે રાજ્યભરમાં એક લાખથી વધુ કાર્યકર્તાઓ અહીંયા આવી ગયા છે. ચૂંટાયેલા નવા ધારાસભ્યો પોતાના ટેકેદારો સાથે ટેમ્પા, મિની બસ સહિત વાહનોમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગત રાતથી જ કાર્યકર્તાઓ આવવાના શરૂ થઇ ગયા હતા.