મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણનું રાજ

વેબ દુનિયા

મંગળવાર, 9 ડિસેમ્બર 2008 (01:13 IST)
મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાજપની જીતમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. 29મી નવેમ્બર 2005માં બાબુલાલ ગૌરના સ્થાને તેઓ મુખ્યમંત્રી બન્યા હતાં.

ભારતની 14મી લોકસભાના તેઓ સભ્ય હતા. મધ્યપ્રદેશના વિદિશા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ તેઓ કરી રહ્યા હતાં. ભારતીય જનતા પાર્ટીના તેઓ વરિષ્ઠ નેતા રહ્યા છે. પાંચમી માર્ચ 1959ના દિવસે તેમનો જન્મ થયો હતો.

શિવરાજસિંહ ચૌહાણ ભોપાલમાં બરકાતુલ્લા યુનિવર્સિટીમાંથી એમએમાં ગોલ્ડ મેડલ ધરાવે છે. 1997માં તેઓ સંઘમાં જોડાયા હતાં. તેઓ મધ્યપ્રદેશ રાજ્ય એકમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સંસદના તેઓ પાંચ વખતના સભ્ય છે. તેઓ 1991થી વિદિશા સીટનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

10મી લોકસભામાં તેમની કારકિર્દીમાં તેઓ પ્રથમ વખત સંસદ સભ્ય ચૂંટાયા હતાં. 1998માં તેઓ 12મી લોકસભામાં પણ ચૂંટાયા હતાં. 1999માં તેઓ ફરીવાર 13મી લોકસભા માટે ચૂંટાયા હતાં.

વેબદુનિયા પર વાંચો