ગુજરાતી રેસીપી માખણ વડા

સામગ્રી - મેંદો 500 ગ્રામ, ખાંડ 1 કિલો, ઘી, દહીં 1 કપ, 1 ચપટી ખાવાનો સોડા, ઈલાયચી પાવડર, પિસ્તા, ચાંદીની વરક.

બનાવવાની રીત - સૌ પહેલા મેંદો અને સોડા ચાળી લો. 200 ગ્રામ ઘી ગરમ સાધારણ ગરમ કરી મેંદામાં નાખો. હવે મેંદાને સારી રીતે મિક્સ કરી દહીં વડે લોટ બાંધી લો. રોટલીના લોટ જેવા નાના-નના ગોળા બનાવો અને ઉપરથી ચાકૂથી ક્રોસ કે સાધારણ નિશાન બનાવી દો. ગેસ પર કઢાઈ ગરમ કરો. ઘી માં ધીમા તાપ પર બધા વડાને સોનેરી થતા સુધી તળી લો.

ખાંડમાં બે કપ પાણી નાખો. અને બે તારની ચાસણી બનાવી લો. જ્યારે ચાસણી ઠંડી થાય ત્યારે માખણ વડા નાખો અને 10 મિનિટ મૂક્યા પછી ચાયણીમાં કાઢી લો. ઉપરથી વરક અને પિસ્તાથી સજાવીને સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર