બનાવવાની રીત - સૌ પહેલા એક બાઉલમાં માવો કાઢીને સારી રીતે મૈશ કરો. હવે તેમા પનીરને છીણીને નાખો અને મેંદો નાખીને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો આ મિશ્રણમાં એક ચમચી દૂધ નાખીને તેનો લોટ બાંધી લો. હવે આ લોટની નાની નાની ગોળીઓ બનાવીને તેને કપડાથી ઢાંકી દો.
હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં 2 કપ ખાંડ અને 1.5 કપ પાણી નાખીને ત્ને મીડિયમ તાપ પર મુકીને થવા દો.
- જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે તેમા લીંબૂનો રસ નાખીને હલાવો. ચાસણી જ્યારે એક તારની બની જાય ત્યારે તેને ઘટ્ટ કરીને બંધ કરી દો.
હવે એક કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા ધીમા તાપ પર તૈયાર ગોળીઓને સોનેરી થતા સુધી તળી લો. ફ્રાઈ જાંબુને ગરમા ગરમ જ ચાસણીમાં નાખો. . હવે તે જ્યારે નોર્મલ ઠંડા થાય ત્યારે તેને ફ્રિજમાં મુકો.
કાલા જામ તૈયાર છે... જ્યારે પણ સર્વ કરો તેને થોડા ગરમ કરો.