સામગ્રી - 1 કપ બેસન, 1/2 કપ માવો, 1/2 કપ કંડેન્સ મિલ્ક, 1/4 કપ દળેલી ખાંડ, 1 ચમચી સમારેલા કાજુ, 2 ચમચી ઘી, 1 ચમચી ઈલાયચી પાવડર.
બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા કાજુના ટુકડા નાખીને ગોલ્ડન બ્રાઉન કરો અને પછી કિનારે કોઈ પ્લેટ પર કાઢીને મુકી દો. હવે એ જ કઢાઈમાં બેસન નાખીને હળવો સોનેરી રંગ થતા સુધી સેકી લો. જ્યારે બેસનમાંથી ઘી છુટ્ટુ પડવા માંડે અને બેસનમાંથી સુગંધ આવવા માંડે ત્યારે બેસનને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા મુકો. જ્યા સુધી બેસન ઠંડુ પડે ત્યા સુધી તમે કઢાઈમાં મવો નાખીને 2-3 મિનિટ સુધી ગરમ કરો. જેનાથી તે ઢીલો પડે. ત્યારબાદ તેમા કંડેસ મિલ્ક અને દળેલી ખાંડ મિક્સ કરો. હવે તેમા ઈલાયચી પાવડર, સેકેલા કાજુના ટુકડા અને બેસન મિક્સ કરો. હવે કઢાઈને ધીમા તાપ પર મુકીને મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે આ મિશ્રણ કઢાઈ સાથે ચોંટવાની બંધ થાય ત્યારે તેને કાઢીને ઘી લાગેલી થાળીમાં નાખીને ફેલાવી દો. મિશ્રણ ઠંડુ પડ્યા પછી તેને મનપસંદ શેપમાં કાપી લો. તમે ચાહો તો બરફીને અડધો કલાકથી એક કલાક માટે ફ્રિજમાં મુકી શકો છો.